SP-BSP વચ્ચે મહા ગઠબંધન, 38-38 બેઠક પર લડશે ચૂંટણી
યુપીમાં મહાગઠબંધનને લઇને ઘોષણા થઇ ગઇ છે. લખનઉની હોટલ તાજમાં પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું છે. બસપાના અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આજે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકસભા ચૂંટણી 2019 માટે ગઠબંધન પર જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 બેઠક છે. જેમાંથી SP-BSP વચ્ચે બેઠકોની વહેંચણી મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સપા 38 અને બસપા 38 સીટ પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે બે બેઠક છોડી છે. દેશના હિત માટે ફરી ગઠબંધન કરવાની વિચારણા કરી છે એમ માયાવતીએ જણાવ્યું.
માયાવતીએ ક્હ્યું કે પહેલા આ ગઠબંધન લાંબો સમય સુધી નહોતું ચાલી શક્યું. દેશહિતને ધ્યાનમાં રાખી યુપીમાં એકજૂટતા રાખવાની જરૂર છે.ભાજપ જાતિવાદ પક્ષ છે. માયાવતીએ અમિત શાહ અને વડાપ્રધા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. ભાજપ એન્ડ કંપનીને કોઇપણ સંજોગોમાં સરકાર બનાવા નહીં દઇએ.
લોકસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરી તે પહેલા આખા લખનૌના તમામ મુખ્ય માર્ગો અને દીવાલો પર અખિલેશ યાદવ-માયાવતી, તેમના પક્ષોના સ્લોગન અને ખાસ તો ભાજપ વિરોધી સૂત્રોવાળા પોસ્ટરો લાગી ગયા છે.