અમદાવાદ

ભારત વિશ્વ બેન્કનાં બિઝનેસ રિપોર્ટમાં 65માં સ્થાન આગળ આવ્યું – PM

 

પીએમ નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સમિટમાં મહેમાનોને આવકાર્યા હતા. સાથે જ તેમના મુખ્યમંત્રીકાળ સહિતના 8 વાઈબ્રન્ટ ગુજરાતને સફળ ગણાવ્યા હતાવડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે 9મી વાઈબ્રન્ટ સમિટને ખુલ્લું મુક્યું હતું. આનાં ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓથી લઇને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સાંજે સોવરિન ફંડ, પેન્શન ફંડ સહિતના વિદેશી મુડીરોકાણકર્તાઓના સમુહ સાથે વડાપ્રધાન કાર્યાલય તરફથી મહાત્મા મંદિરમાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાયબ્રન્ટ ગુજરાતને સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી જ્યારે બોલવા આવ્યાં ત્યારે લોકોએ ‘ભારત માતા કી જય’નાં નારા લગાવ્યાં હતાં. તેમણે સંબોધનની શરૂવાતમાં જ દેશવિદેશનાં મહાનુંભાવોનું સ્વાગત કર્યું અને ખુશીની લાગણી વ્યક્ત કરી. સાથે જ તેઓએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં GDPનો ગ્રોથ વધ્યો છે જ્યારે મંદી ઘટી છે.

પીએમ મોદીએ આગળ જણાવતાં કહ્યું કે, ‘ અહીં માત્ર રાજ્યનાં જ નહીં પરંતુ વિવિધ દેશોનાં લોકોને જોઇને મને ગર્વનો અનુભવ થાય છે. આ કાર્યક્રમ હવે માત્ર દેશનો જ નથી લાગતો હવે આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરનો થયો છે.’ તેમણે જણાવ્યું કે, ‘ભારત હવે વેપાર માટે તૈયાર થઇ ગયું છે. આપણે છેલ્લા 4 વર્ષમાં વિશ્વ બેન્કનાં બિઝનેસ રિપોર્ટમાં 65 સ્થાન આગળ આવ્યાં છે. હવે વેપાર માટે તૈયાર થયું છે. આપણે વિશ્વ બેંકના ઈઝ ડુઈંગ બિઝનેસમાં (142થી હવે 77માં ક્રમે) 65ની છલાંગ લગાવી છે, હવે 50ની અંદર જાવું છે. અદાણીએ 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ, સિમેન્ટ અને 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તો રિલાયન્સના મુકેશ અંબાણીએ ગુજરાતમાં 10 વર્ષમાં બમણું રોકાણ કરવાની જાહેરાત કરી હતી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button