છત્તીસગઢ: મુશ્કેલીથી જીત્યા રમન સિંહ, મહત્વની સીટ પર હારી ગયા BJP ઉમેદવાર (2)
છત્તીસગઢમાં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસની એવી આંધી ચાલી રહી છે કે તેના એકથી એક કિલ્લા અને ક્ષત્રપ ઉડી ગયા. મુખ્યમંત્રી રમન સિંહની જીત સમ્માનજનક રહી નથી. જ્યારે આઠથી વધારે મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યોય રાયગઢ અને અંબિકાપુરમાં સંભાગમાં બીજેપીનો પૂર્ણ રીતે સફાયો થઇ ગયો. જોકે, કેટલાક મંત્રીઓ તેમની ઇજ્જત બચાવવામાં જરૂર કામયાબ રહ્યા.
કહેવામાં આવી રહ્યું છે કે સાત ટકા વોટ સ્વિંગ થવાને લઇને બીજેપીને કરારી હાર થઇ છે. કોંગ્રેસને 68 સીટ પર જીત મળી છે. રાજ્યમાં આ પહેલી તક છે જ્યારે કોઇ રાજનૈતિક દળ આટલી વધારે સીટની સાથે વિધાનસભામાં દાખલ થઇ. મુખ્યમંત્રી રમન સિંહ પણ અંતિમ દોડમાં 16 હજાર મત પર રહ્યા.
સીએમ રમનસિંહના મંત્રિમંડળમાં ચર્ચામાં રહેનાર મંત્રીઓની પણ હાર થઇ. જેમા રજેશ મૂણત, પ્રેમ પ્રકાશ પાંડે, અમર અગ્રવાલ, રામ સેવર પેકરા, ભઇયાલાલ રજવાડે, કેદાર કશ્યપ, મહેશ ગાગડા, દયાલદાસ બધેલ સામેલ છે. જ્યારે બાકી ચાર મંત્રીઓની હાલત ખૂબ નાજૂક રહી.
વિધાનસભા અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ પણ બચી શક્યા નથી. આજ હાલ ધારાસભ્યોના રહ્યા. બીજેપી બે ડઝનથી વધારે રહેલા ધારાસભ્યો ખરાબ રીતે હાર મળી. કોઇએ સપનામાં પણ વિચાર્યું નહી હોય કે બીજેપીને આટલી ખરાબ હારનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે સાંજ થતા સીએમ રમનસિંહ પાર્ટી મુખ્યાલય પહોંચ્યા અને તેને હારની નૈતિક જવાબદારી લેતા રાજીનામાની ઘોષણા કરી.