મોદી સરકારને મોટી રાહત, રાફેલ ડીલ પર કોઈ શંકા નથી- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સુનાવણીને લઈને CJI રંજન ગોગોઈએ કહ્યું કે ડીલ પર કોઈ શંકા નથી. વિમાનની આપણાં દેશને જરૂર છે. તેઓએ વધુમાં કહ્યું કે રાફેલની ગુણવતામાં કોઈ સવાલ નથી. અમે ડીલની સમગ્ર પ્રક્રિયાને વાંચી છે. વિમાનની કિંમત જોવાનું કામ અમારું નથી.
રાફેલ ફાઈટર પ્લેન ડીલની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. 14 નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ પહેલાં કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જ્યાં સુધી અમે નક્કી નહીં કરીએ ત્યાં સુધી અરજકર્તાઓને રાફેલની કિંમતોની જાણકારી આપવાની જરૂર નથી.
આ મામલે અધિવક્તા એમએલ શર્મા, વિનીત ઢાંડાએ અરજી કરી હતી. જે બાદ આપના નેતા સંજય સિંહે પણ અરજી દાખલ કરી હતી. ત્રણેય અરજી દાખલ થયાં બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે અરજીઓ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ CBIને આ મામલે FIR દાખલ કરવાના નિર્દેશ આપે.