દેશવિદેશ

કાર્યકાળ વીતી ગયો, ભૂકંપ આવ્યો નહીં – પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ બુધવારે 16મી લોકસભાના સમાપન સત્રમાં સંબોધન કર્યું. આ દરમિયાન મોદીએ કહ્યું કે ત્રણ દશકા પછી અમે પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી હતી. આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસના ગોત્રવાળી સરકાર બની હતી. કોંગ્રેસનું ગોત્ર નથી એવી પહેલી ગઠબંધનવાળી સરકાર અટલજીની હતી અને પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની હતી.

વડાપ્રધાને વિપક્ષની પણ પ્રશંસા કરી. મોદીએ કહ્યું- જો 5 વર્ષના લેખાજોખા જોવામાં આવે તો વિપક્ષે તાકાત વધારવાનું કામ કર્યું. ગૃહમાં તમામ સાથીઓનું આમાં ગૌરવપૂર્ણ યોગદાન છે. તે સિવાય રાહુલ ગાંધી વિરુદ્ધ નિશાન સાંધતા કહ્યું કે આખો કાર્યકાળ વીતી ગયો પરંતુ ભૂકંપ આવ્યો નહીં.

મોદીએ કહ્યું કે, અવકાશમાં આપણે પોતાનું અલગ સ્થાન બનાવ્યુ છે. વૈશ્વિક વાતાવરણમાં ભારતને ગંભીરતાથી સાંભળવામાં આવે છે. લોકોનો ભ્રમ હોય છે કે મોદી-સુષ્માનાં કાર્યકાળમાં દુનિયાભરમાં આપણી વાતને ગંભીરતાથી લેવામાં આવે છે. પરંતુ તેની પાછળનું કારણ બહુમતની સરકાર છે. દુનિયા તેને ઓળખે છે. 30 વર્ષ સુધી તેની ખામીને કારણે ઘણુ નુકસાન થયું છે. એ દેશનો નેતા જેની પાસે પૂર્ણ બહુમતી હોય છે, ત્યારે દુનિયા પણ ઓળખે છે કે તેની પોતાની એક શક્તિ છે. જેનો જશ ન તો મોદીને જાય છે ન તો સુષ્માને આ શ્રેય દેશની સવા સો કરોડ દેશવાસીઓનાં નિર્ણયને જાય છે.

મોદીએ કહ્યું 16મી લોકસભા પર આ વાત માટે ગર્વ કરીશું કે દેશમાં થયેલી તમામ ચૂંટણીઓમાં આ વખતની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધારે છે. 44 મહિલા સાંસદો પહેલી વખત આવી છે. તમામ મહિલાઓએ તેમની હાજરી નોંધાવી હતી. જેથી આપણે તેમનું અભિનંદન કરવુ જોઈએ. પહેલી વખત સ્પીકર મહિલા છે, રજિસ્ટ્રાર જનરલ અને સિક્યુરીટી જનરલ પણ મહિલા છે. આપણા રક્ષામંત્રી અને વિદેશ મંત્રી પણ એક મહિલા જ છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button