PM મોદીનું 2019માં પ્રથમ ઇન્ટરવ્યું, નોટબંધી અને રામ મંદિરને લઇને આપ્યું મહત્વનું નિવેદન
l]
નવા વર્ષ 2019નો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષનો પ્રથમ ઇન્ટરવ્યૂ આપ્યો છે. એક ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપતા તેમણે પાકિસ્તાન, રામમંદિર, આરબીઆઇ અને નોટબંધી સહિતના મહત્વના મુદ્દાઓ પર નિવેદન આપ્યું છે.
પાકિસ્તાન સાથેના સંબંધો મુદ્દે પીએમ મોદીનું નિવેદન આપતા કહ્યું કે, પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે. એક લડાઇથી પાકિસ્તાન સુધરશે નહીં. પાકિસ્તાનને સુધરવા માટે સમય લાગશે.
[social type=”facebook” color=”yes/no”]https://www.facebook.com/BJP4India/videos/565529420588560/[/social]
નોટબંધી પર PM મોદીએ કહ્યું કે, નોટબંધી કોઇ પ્રકારનો ઝટકો ન હતો. એક વર્ષ પહેલા લોકોને સૂચિત કર્યા હતા. જો તમારી પાસે કાળાનાણું હોય તો તે જમા કરાવી દો. મારી વાતને તે સમયે કોઇએ ગંભીરતાથી લીધી ન હતી.
તે સિવાય 70 વર્ષથી શાસન કરનારાઓએ રામ મંદિરનું નિર્માણ અટકાવ્યું છે. રામ મંદિરનું નિર્માણ કાયદાકીય પ્રક્રિયાના આધારે જ થશે. ત્યાં સુધી સંસદમાં આધ્યાદેશ લાવવામાં નહીં આવે. અમારી સૌ પ્રથમ ચિંતા સૈનિકોની સુરક્ષા છે. સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય જોખમ ભર્યો હતો.
– દેશવાસીઓને નવા વર્ષની વડાપ્રધાનને શુભેચ્છા.
– હું મારા કામનો નિર્ણય દેશની જનતા પર છોડુ છું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
– સંસદમાં ચર્ચા ના થવી એ દેશ માટે નુંકશાનકારક – વડાપ્રધાન
– તમામ પક્ષોના સાંસદો જમીન સાથે જોડાયેલા હોય છે.
– સંસદમાં વધુમાં વધુ ચર્ચા થાય.
– ગંગાનું પાણી પહેલા કરતા વધારે સ્વચ્છ બન્યું.
– અનેક ગામોનું ગંદુ પાણી ગંગામાં ભળતુ અટકાવ્યું : મોદી
– ગંગા સફાઈ મામલે બોલ્યા વડાપ્રધાન
– હું એક દેશના પ્રવાસ વખતે બીજા પણ કેટલાક દેશોની મુલાકાત લઈ ખર્ચ બચાવુ છું : મોદી
– હાલના સંજોગોમાં અનેક પ્રકારના વૈશ્વિક ફોરમ છે, પહેલા માત્ર યુએન જ હતું : વડાપ્રધાન
– વિદેશ પ્રવાસ વિષે બોલ્યા વડાપ્રધાન.
– ભારત પાકિસ્તાન સાથે વાતચીતનું વિરોધી નથી : મોદી