મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્યની બેઠક આજે, CM પર લાગશે મોહર
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ચૂંટણી પરિણામોથી ગદગદ કમલનાથે બુધવારે કોંગ્રેસના નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક બોલાઇ છે. આ બેઠકમાં ભોપાલ સ્થિત પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં આજે થશે. સુત્રો મુજબ આ બેઠકમાં નવનિર્વાચિત ધારાસભ્યોને કોઇપણ સંભવિત ખરીદ-ફરોખ્તથી બચવા અંગે જણાવવામાં આવશે અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોગ્રેસ આગામી રણનીતિ નક્કી કરશે.
તે સિવાય કોંગ્રેસે મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરવાનું છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સીએમના ચહેરા પર પણ મોહર લાગી શકે છે. જોકે, જે રીતે કમલનાથ સમર્થકો અને સિંધિયા સમર્થકોની વચ્ચે સીએમ પદને લઇને શક્તિ પ્રદર્શન થયું. તેનાથી માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં સીએમ પદને લઇને ખેંચતાણ થઇ શકે છે. જોકે, સીએમ પદની રેસમાં બન્ને નેતાઓની વચ્ચે કડક મુકાબલો છે. જોકે, હાલ આ નક્કી નથી કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની મુખ્યમંત્રી કોણ હશે પરંતુ કમલનાથનો પલડો ભારે જણાવવામાં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ બહુમતની નજીક છે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી રહી છે. રાજ્યમાં સરકાર બનાવવામાં સક્ષમ થવાનો દાવો કરતા કોંગ્રેસે રાજ્યપાલ નંદીબેન પટેલને પત્ર લખીને સમય માંગ્યો છે. રાજ્યપાલ તરફથી સમય મળતા જ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલથી મુલાકાત કરીને પોતાનો દાવો રજૂ કરશે.