કોલકત્તા: મમતા બેનર્જીના મોદી સરકાર પર આકરા પ્રહાર, કહ્યું કે બીજેપીની એક્સપાયરી ડેટ ખતમ
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત 13 પાર્ટીઓના નેતા મંચ પર છે. અહીં વિપક્ષના દરેક નેતાએ બીજેપી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે મમતા બેનરજીએ કહ્યું હતું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે.
વિપક્ષની મહારેલીમાં મમતા બેનરજીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે. હવે તેમને જણાવવાનું છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. યૂનાઈટેડ ઈન્ડિયા રેલીમાં 23થી 26 પાર્ટીના લોકો ભેગા થયા છે. મોદીજીને લાગે છે કે, બસ તેઓ જ ઈમાનદાર છે, બાકી બધા ખરાબ છે. મોદી સરકારે દરેક સંસ્થાઓને બરબાદ કરી દીધી છે. મોદીએ કોઈને ક્યાંયના નથી છોડ્યા. તેમણે લાલુ, અખિલેશ અને માયાવતીને નથી છોડ્યા તો અમે તેમને કેમ છોડીશું. મોદી સરકારે નવી નોકરીઓ આપવાની જગ્યાએ બેરોજગારી વધારી દીધી છે. બીજેપી રેલી કરીને બંગાળમાં રમખાણો ફેલાવા માગે છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ. બીજેપીને બંગાળમાં એક પણ સીટ નહીં મળે. મોદીએ સબીઆઈ અને ઈડી જેવી સંસ્થાઓને બદનામ કરી દીધી છે.
મમતાની રેલીમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, દેશ બદલાવ ઈચ્છે છે. મને ઘણાં લોકો કહે છે કે, હું બીજેપી વિરુદ્ધ બોલું છું. પરંતુ જો સાચુ કહેવું બળવાખોરી હોય તો હું બળવાખોર છું. શક્ય છે કે, આ રેલી પછી હું ભાજપમાં ન પણ રહું. અત્યારે દેશમાં તાનાશાહી ચાલી રહી છે. રાતોરાત તેમણે નોટબંધની જાહેરાત કરી દીધી. તે પાર્ટીનો નિર્ણય નહતો. જનતા હજી નોટબંધીના વિરોધમાંથી બહાર પણ નહતી આવી અને જીએસટી થોપી દેવામાં આવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને ગબ્બર સિંહ ટેક્સ કહ્યો. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જીએસટીનો વિરોધ કર્યો અને પછી તેઓ પોતે જ આ ટેક્સ લાવ્યા. મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, હવે લોકસભા ચૂંટણીના અમુક સપ્તાહ જ બાકી રહી ગયા છે ત્યારે ફરી વાયદાઓ કરવામાં આવી રહ્યા છે.