મધ્યપ્રદેશને મળ્યા નવા ‘નાથ’, પૂર્વ મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા
બીજેપીને હરાવ્યા બાદ કમલ મધ્યપ્રદેશના નવા નાથ બની ગયા છે. બે દિવસની ચર્ચા વિચારણાં પછી અંતે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. તો આગામી 17 ડિસેમ્બરે કમલનાથ મુખ્યમંત્રી તરીકે શપથ પણ લેશે.
જોકે મુખ્યમંત્રી તરીકે મહોલ લાગતા જ કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો. સાથે જ જણાવ્યું કે, મારી કોઈ માગ નથી. મને પદની કોઈ ભૂખ પણ નથી. એવી પણ માહિતી છે કે, કમલનાથની સાથે 20 મંત્રીઓ પણ શપથ લેશે. કમલનાથ મધ્યપ્રદેશના રાજ્યપાલને મળવા માટે જશે.
મધ્ય પ્રદેશના પૂર્વ દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કમલનાથને શુભેચ્છા પાઠવી છે. તેમને સાથે જ કહ્યું કે હવે તેમની સામે પડકાર છે કે તે જલદીથી તેમના વાયદા પૂરા કરે. જેથી મધ્ય પ્રદેશની જનતાનો વિશ્વાસ કોંગ્રેસમાં રહે.
મહત્વનું છે કે, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કમલનાથની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.
આ બેઠકમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકમાન્ડ દ્વારા મધ્યપ્રદેશમાં કમલનાથનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કમલનાથને મુખ્યમંત્રીનું નામ જાહેર કરાયું છે.