Mpમાં કમલનાથને કમાન, એલાન હજી બાકી
સંજય ગાંધીના મિત્ર કમલનાથના મધ્યપ્રદેશના નવા મુખ્ય મંત્રી હશે. કોંગ્રેસ ધારાસભ્યોએ તેમને પોતાના નેત પસંદ કર્યા છે. પરંતુ કોંગ્રેસની પરંપરા મુજબ કેમના નામની ઔપચારિક ઘોષણા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. કેન્દ્રીય પર્યવેક્ષક એકે એન્ટનીની હાજરીમાં થયેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કમલનાથ સિવાય દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, દીપક બાવરિયા અને વરિષ્ઠ નેતા હાજર હતા.
સુત્રો મુજબ નિરીક્ષકે ધારાસભ્યની ઇચ્છા જાણી. બાદમાં સર્વસમ્મતિથી નિર્ણય રાહુલ ગાંધી પર છોડી દીધો છે. એન્ટની રાહુલને ધારાસભ્યોની ઇચ્છા જણાવશે. માનવામાં આવી રહ્યું છે કે હાલતને જોતા મોડી રાત કે ગુરુવાર સવારે કમલનાથના નામનું ઔપચારિક જાહેરાત થશે. 72 વર્ષના કમલનાથ પ્રદેશની છિંદવાડા લોકસભા સીટના 1980થી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અત્યાર સુધી તે 9 વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.
મધ્યપ્રદેશમાં કમલનાથે રાજ્યપાલ આનંદી બેન પટેલ સાથે મુલાકાત કરીને પોતાના 121 ધારાસભ્યોનું લિસ્ટ આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે એમપીમાં કૉંગ્રેસ 114, બીએસપી 2, એસપી 1 અને અપક્ષને 4 સીટ મળી છે. જ્યારે બીજેપીને 109 સીટ મળી છે.