દેશવિદેશ

લદ્દાખમાં બરફના તોફાનનો કહેર, 5ના મોત, 5 મૃતદેહની તપાસ ચાલું

જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં ભારે હિમસ્ખલનના કારણે ઘણાં વાહનો બરફ નીચે દબાઈ ગયા છે. આ વાહનોમાં ઓછામાં ઓછા 10 લોકો ફસાયા હોવાની શક્યતા છે. લગભગ ચાર ગાડીઓ બરફની નીચે દબાઇ ગયા છે. આ વાહનોમાં ઓછામાં ઓછા 10 લોકો ફસયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. અત્યાર સુધીમાં બરફમાંથી 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બાકી દબાયેલા 7 લોકોને બહાર કાઢવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ ભારતીય સેનાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને રાહત અને બચાવ અભિયાન શરૂ કર્યું.

હવામાનમાં સતત ફેરફારના લીધે સેનાને રાહત અને બચાવ કામમાં ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લદ્દાખમાં અત્યારે -15 ડિગ્રી તાપમાનમાં બચાવ કાર્ય કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઘટનાની જાણકારી મળતાં જ ભારતીય સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જોકે વાતાવરણમાં ખૂબ ફેરફાર થતાં હોવાથી સેનાને રાહત બચાવ કામગીરીમાં પણ ઘણી તકલીફ થઈ રહી છે.


લદ્દાખના માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેના બરફમાં ફસાયેલા પર્યટકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે 7 વાગે લદ્દાખના ખારદુંગલામાં રસ્તા વચ્ચે બરફનો પહાડ ધસી આવ્યો હતો. તેના કારણે ઘણાં પ્રર્યટકો દબાઈ ગયા હતા. ખારદુંગલામાં આ દુનિયાનો સૌથી ઉંચાઈ પર આવેલો રસ્તો છે. અહીંનું તાપમાન માઈનસ 15 ડિગ્રી કરતા પણ ઓછું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button