જમ્મૂ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, જનજીવન ઠપ થયું
જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ સફેદ ચાદર છવાઈ ગઇ છે. ભારે હિમવર્ષા બાદ ઠેર ઠેર બસ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે… ત્યારે ભારે હિમવર્ષા બાદ જમ્મૂ-કશ્મીરમાં જનજીવન ઠપ થયું છે.
એટલું જ નહીં ઐતિહાસિક મુઘલરોડ પર પણ ભારે હિમવર્ષા બાદ સફેદ બરફની ચાદર છવાતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. લેહ અને લદ્દાખમાં પણ તાપમાન માઈનસમાં પહોંચી ગયા છે. આ તરફ હિમાચલ પ્રદેશમાં બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાના કારણે હિમાચલ ઠંડુ ગાર થઈ ગયું છે.
હિમવર્ષાના કારણે સમગ્ર વાતાવરણ પણ આહલાદક થઈ ગયું છે, તો ચો તરફ પહાડોથી લઈને….મકાનો..વાહનો…માર્ગો તમામ બરફથી ઢંકાઈ ગયા છે. જેના કારણે મોસમનો મિજાજ પણ બદલાઈ ગયો છે.
આ વાત કરીએ હિમાચલના પર્યટક સ્થળ સિમલાની તો શિમલામાં પણ સતત બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે..જેના કારણે સહેલાણીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે મનાલીમાં પણ હિમવર્ષાના શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે કેટલાક માર્ગો બંધ થઈ ગયા છે.
હિમાચલના રોહતાંગ પાસમાં દોઢ ફૂટ હિમવર્ષા થઈ છે. જેના કારણે વાહનોની સ્પીડ પર પણ બ્રેક લાગી ગઈ છે…શિમલાના નારકંડામાં પણ હિમવર્ષા થઈ રહી છે…હિમવર્ષાના કારણે હિમાચલ પ્રદેશના 100થી વધુ બસ રૂટને અસર થઈ રહી છે.