GST council meet: આમઆદમીને મોટી રાહત, ટીવી-કોમ્પ્યુટર સહિતની પ્રોડક્ટ થઇ સસ્તી
નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. સિમેન્ટ અને ટાયર સહિત આમ લોકોના વપરાશની વસ્તુઓ પર ટેક્સ દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવી શકે છે. જો આ બાબતે છુટ મળી તો લોકોને 23 રૂપિયાથી 31 હજાર રૂપિયા સુધીની રાહત મળશે. સૌથી વધુ રાહત કાર ખરીદનારને મળશે. આ રાહત 31250 રૂપિયાની હશે. હાલ જીએસટી 28 ટકા હોવાને કારણે ગાડી ચાર લાખ રૂપિયાની આવે છે. જે જીએસટી 18 ટકા થવા પર 3 લાખ 68 હજાર 750 રૂપિયાની થશે.
GST કાઉન્સિલની શનિવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થયેલી બેઠકમાં આમ આદમીને મોટી રાહત આપવામાં આવી છે. બેઠકમાં સામેલ પોન્ડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ કહ્યું કે સરકારે રોજિંદા વપરાશમાં આવનારી 33 વસ્તુઓને 18% સ્લેબમાંથી 12% અને 5% સ્લેબમાં મૂકી છે.
તેમણે કહ્યું કે અમે સરકાર પાસે તમામ વસ્તુઓને 18% અને તેનાથી નીચેના ટેકસ સ્લેબમાં લાવવાની માંગ કરી હતી. માત્ર 34 વસ્તુઓને બાદ કરતા તમામ વસ્તુઓને 18% અને તેનાથી નીચેના સ્લેબમાં લાવવામાં આવશે.
દિલ્હીમાં નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક હાલ પણ ચાલી રહી છે. થોડી જ વારમાં સરકારના આ નિર્ણયને ઓફિશિયલ જાહેર કરવામાં આવી શકે છે. સરકારનો ઈરાદો એવો છે કે 28% સ્લેબમાં માત્ર લક્ઝરી અને આરોગ્યને નુકશાન પહોંચાડનારી વસ્તુઓ રાખવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ બાબતનો સંકેત આપ્યો હતો.
જો કે, અત્યારે એવું સ્પષ્ટ થઇ શક્યું નથી કે કઇ પ્રોડક્ટ પર હવે કેટલો જીએસટી લાગશે. તેના પહેલા શનિવારે સવારે વિજ્ઞાન ભવનમાં શરૂ થયેલી જીએસટી કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતામાં નાણામંત્રી અરૂણ જેટલીએ કરી છે. જીએસટી પરિષદ ગત કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ આશા સેવવામાં આવી રહી છે કે 28 ટકાના સ્લેબમાંથી ઘણી બીજી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, તેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે.
જુલાઈ 2017થી જયારે જીએસટી લાગુ થયો ત્યારે 28 ટકા ટેક્સ સ્લેબમાં 226 વસ્તુઓ હતી. દોઢ વર્ષમાં તેમાંથી 192 વસ્તુઓ પર ટેકસ ઘટાડવામાં આવ્યો છે. હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં 34 વસ્તુઓ છે. તેમાં સિમેન્ટ સિવાય વાહન, ઓટોમોબાઈલ પાર્ટસ, ટાયર, યાટ, એરક્રાફટ, કોલ્ડ ડ્રિન્કસ, તમાકું, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓ સામેલ છે.