દેશવિદેશ

ECએ બદલ્યા મતગણતરીથી જોડાયેલા નિયમ, મોડા આવી શકે છે પરિણામ

 

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. 11 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી માટેની મતગણના પુરી થશે જેમાં અનેક નેતાઓની કિસ્મત દાવ પર લાગી છે. પરંતુ આ વખતે મતગણતરીમાં અગાઉ કરતા વધારે સમય લાગી શકે છે.

 

જેનું કારણ છે ચૂંટણી પંચે જાહેર કરેલો એક આદેશ. ચૂંટણી પંચે આદેશ કર્યો છે કે, દરેક રાઉંડની મતગણતરી બાદ રિટર્નિંગ ઓફિસર જ્યાં સુધી તે રાઉંડનું સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી આગળના રાઉંડની મતગણતરી શરૂ કરી શકાશે નહીં. જેના કારણે પરિણામ આવવામાં મોડું થઇ શકે છે. આ ફોર્મુલા પાંચ રાજયો (મધ્યપ્રદેશ, રાજસ્થાન , છત્તીસગઢ, તેલંગાણા અને મિજોરમમાં લાગૂ હશે. આગામી ચૂંટણીની મતગણતરીમાં પણ આ ટ્રેન્ડ બની શકે છે. 

 

જ્યારે, આ વખતે મતગણતરી વખતે ના તો વેબકાસ્ટિંગ થઈ શકશે કે ના તો મતગણના હોલમાં વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ. તમામ મતગણતરી કેન્દ્રો પર સીસીટીવી કેમેરા વડે નજર રાખવામાં આવશે. ચૂંટણી પંચે કોગ્રેસે ઉઠાવેલા વાંધા બાદ રવિવારે મોડી રાત્રે આ નિર્ણય લીધો છે.

 

જોકે, કોંગ્રેસે વેબકાસ્ટિંગમાં જીઓના બદલે બીએસએનએલના નેટવર્કનો ઉપયોગ કરવાની માંગણી કરી હતી. સાથે જ એ વાતને લઈને પણ વાંધો ઉઠાવ્યો છે કે, વેબકાસ્ટિંગના કામનો કોન્ટ્રાક્ટ ગુજરાતની કંપની સંઘવીએ ઈન્ફોટેકને કેમ આપવામાં આવ્યો છે.

 

કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચની ઓફિસ જઈ મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઈઓ) મધ્ય પ્રદેશ સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે વેબકાસ્ટિંગ ના કરવાનો નિર્ણય લીધો છે.

 

મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વી એલ કાંતારાવના જણાવ્યા પ્રમાણે, આખા મધ્ય પ્રદેશમાં મતગણતરી માટે લગભગ 15 હજાર કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ વખતે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામો જાહેર થવામાં સમય લાગી શકે છે.

 

કાંતારાવના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશના તમામ મતદાન કેન્દ્રો પર 11 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે મતગણતરી હાથ ધરી દેવામાં આવશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ એટલે કે પોસ્ટ મતપત્રો અને સર્વિસ મતોની ગણતરી કરવામાં આવશે. જેમાં 30 મીનીટ જેટલો સમય લાગી શકે છે.

 

ત્યાર બાદ એટલે કે 8:30 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં EVM ખોલવામાં આવશે. બાદમાં EVMના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. સીઈઓ વી એલ કાંતારાવના જણાવ્યા પ્રમાણે મતગણના દિવસે દરેક વિધાનસભા માટે કુલ 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. સરેરાશ 19 રાઉંડ સુધી મતોની ગણતરી થાય તેવી શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button