દેશવિદેશ

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 5 રાજ્યોમાં મતગણતરી શરૂ  (2)

 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિજોરમ અને તેલંગાણામાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. દેશમાં લોકસભાની ચૂંટમી થવામાં 6 મહીનાનો સમય રહી ગયો છે. એવામાં 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીના પરિણામ પર આખા દેશની નજર છે. જ્યાં રાજનિતિક જાણકારો આ પરિણામની અસર આગામી લોકસભા ચુંટણીમાં જોશે. જ્યારે રાજનીતિક દળો માટે આ વિધાનસભા ચૂંટણીમાં કોઇ મોટી ફેરબદલ ખતરાની ઘંટીનું પણ કામ કરી શકે છે. 

રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણીએ યોજાઈ હતી. અહીં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશમાં 230, છત્તીસગઢમાં 90, તેલંગાણામાં 119 અને મિઝોરમ કુલ 40 વિધાનસભા બેઠકો પર ચૂંણી યોજાઈ હતી. આ તમામ રાજ્યોમાં ભારે મતદાન થયું હતું. તમામે તમામ 5 રાજ્યોની વિધાનસભાની મતગણતરી સવારે 8 વાગ્યે હાથ ધરવામાં આવી હતી.

છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બરે થયું હતું મતદાન

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે થયું હતું મતદાન

મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે થયું હતું મતદાન

મિજોરમાં દરેક 40 સીટ માટે 28 નવેમ્બરે થયું હતું મતદાન

તેલંગાણામાં 7 ડિસેમ્બરે 119 સીટ પર થયું હતું મતદાન

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button