રાજધાનીને નથી મળી રહી પ્રદુષણથી રાહત, આજે પણ હવા છે ખતરનાક (2)
રાષ્ટ્રીય રાજધાનીને વાયુ પ્રદુષણથી રાહત મળી રહી નથી. દિલ્હી એનસીઆરમાં આજે પણ ત્યાની હવા શ્વાસ લેવા લાયક નથી. વાત કરીએ આજની હવાની ગુણવત્તાની તો આજની હવાની ગુણવત્તા ખરાબ છે. દિલ્હીની હવા આજે પણ ખરાબ શ્રેણીમાં બની છે. આજના AQ pm 2.5 અને PM 10 Poor શ્રેણીમાં છે. રવિવારે સવારથી વાતાવરણમાં ધુમ્મસ છે. જેની અસર બપોર સુધી રહી. આ દરમ્યાન શ્વાસની બીમારીથી પીડાતા દર્દીઓને મુશ્કેલી થઇ.
તે સિવાય ઘરથી બહાર નીકળનાર લોકોની આંખોમાં ખંજવાળની ફરિયાદ રહી. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રિપોર્ટ મુજબ, રવિવારે દિલ્લીની સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક સ્તર 374 રહ્યો, જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. પાડોશી શહેર ફરીદાબાદનું સ્તર 399 અને ગુરુગ્રામનું સ્તર 205 રહ્યું. ગાજિયાબાદ, નોઇડા તેમજ ગ્રેટર નોઇડામાં સૌથી ખરાબ હવા રહી. અંહીના હાલત ગંભીર સ્તર સુધી પહોંચી ગયા છે. ત્રણેય શહેરોમાં 400થી ઉપર એક્યૂઆઇ સ્તર પહોંચી ગયો.
હવામાન વિભાગના અધિકારી મુજબ, સવારે 10 વાગ્યે પીએમ 2.5 સરેરાશ સ્તર 232 માઇક્રોગ્રામ પ્રતિધન મીટર રહ્યો. જ્યારે પીિએમ 10ની સ્તર 376 માઇક્રોગ્રામ પ્રતિધન મીટર રહ્યો. સવારે 8.30 વાગ્યે આદ્રતાનું સ્તર 90 ટકા નોંધવામાં આવ્યું જે પ્રદુષરક કણો માટે અનૂકૂળ નથી. આગામી ત્રણ દિવસ સુધી આવી સ્થિતિ રહેવાની સંભાવના છે. હવાની ધીમી ગતિથી પ્રદુષણનું સ્તર ઘટી રહ્યું નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રદુષણના નિવારણ માટે એક સમિતિ બનાવી હચી. તેનાથી દિલ્હી સરકાર અને અન્ય રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા કે રસ્તાઓની સફાઇ કરવામાં આવે અને પાણીનો છંટકાવ કરી પ્રદુષણ પર નિયંત્રણ લાવવામાં આવે.