દેશવિદેશ

બીજેપીની મહિલા ધારાસભ્યએ માયાવાતીને ગણાવ્યા કિન્નરથી પણ બદતર

ઉત્તરપ્રદેશમાં બીજેપીની ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજ પાર્ટી (બસપા) ચીફ માયાવતીની વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાધના સિંહે માયાવતી અંગે કહ્યું કે તેઓ ના તો મહિલા લાગે છે અને ના તો પુરુષ લાગે છે. સાધના સિંહ આટલું બોલી અટકયા નહીં, તેમણે એમ પણ કહ્યું કે આવી મહિલા તો કિન્નરોથી પણ બદતર છે. સાધના સિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ બસપા એ ભાજપ પર પ્રહારો કર્યા.

સાધના સિંહે ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે મહિલાનું આટલું મોટું ચીરહરણ થયું, તે સત્તા માટે આગળ આવે જ નહીં. જેનું બધું જ લૂંટાઇ ગયું તો ય તેમણે ખુરશી માટે અપમાન પી લીધું. તેમણે આગળ કહ્યું કે જે દિવસે મહિલાનો બ્લાઉઝ, પેટીકોટ અને સાડી ફાટી જાય, તે મહિલા સત્તા માટે આગળ આવતી નથી. તેને આખા દેશની મહિલા કલંકિત માને છે. તેઓ તો કિન્નરથી પણ વધુ બદતર છે. કારણ કે ના તો તે નર છે અને ના તો મહિલા છે. આપને જણાવી દઇએ કે સાધના સિંહ ચંદૌલી જિલ્લાની મુગલસરાય વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.

બીજીબાજુ બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રા એ કહ્યું કે તેમણે (સાધના સિંહ) અમારી પાર્ટી અધ્યક્ષ માટે જે રીતે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે ભાજપનું સ્તર દેખાડે છે. સપા-બસપાના ગઠબંધનની જાહેરાત બાદ ભાજપ નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને તેમને આગ્રા અને બરેલીની મેન્ટલ હોસ્પિટલોમાં એડમિટ કરાવા જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button