દેશવિદેશ

અમિત શાહની રેલીમાં 5 હજાર કિલોની બનાવાઇ ખિચડી

 

બીજેપી અધ્યક્ષ અમિત શાહની રેલી માટે રવિવારે દિલ્હીનાં રામલીલા મેદાનમાં 5 હજાર કિલો ખિચડી બનાવાઈ રહી છે. રેલીમાં ભાગ લેવા માટે આવનારા કાર્યકર્તાઓને ભોજનરૂપે આ સમરસતા નામની ખિચડી આપવામાં આવશે. આ સાથે જ પાર્ટીએ એક જ વખતમાં સૌથી વધુ પ્રમાણમાં ખિચડી બનાવીને ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો છે.

ખિચડી બનાવવા માટે 3 લાખ દલિતોનાં ઘરોમાંથી દાળ-ચોખા મંગાવવામાં આવ્યા છે. આ ખિચડીમાં 1 હજાર કિલો દાળ-ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 300-400 કિલો શાકભાજી, 200 લિટર ઘી, ખિચડી બનાવવા માટે 5000 લિટર પાણી ઉમેરવામાં આવ્યું છે. આ ખિચડીને 10*10નાં મોટા વાસણમાં બનાવાઈ રહી છે. ભીમ મહાસંગમ વિજય સંકલ્પ-2019 રેલીથી પાર્ટી આવનારી લોકસભાની ચૂંટણી પહેલા દલિતોને મત માટે લોભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, ભાજપનાં કાર્યકર્તાઓએ દિલ્હીનાં 14 જિલ્લાઓમાંથી 3 લાખ દલીતોનાં ઘરોમાંથી જુદા જુદા અનાજ એકઠા કરીને આ ખિચડી બનાવી રહ્યા છે. 

ભાજપની આ સમરતા ખિચડી દલિતોને લોભવવાનો એક પ્રયાસ છે. દેશમાં 17% દલિતોનાં મત છે. સાથે જ દલિતોની કુલ આબાદી 20 કરોડ 14 લાખ હોવાથી 150થી વધુ લોકસભાની સીટો પર તેમનો પ્રભાવ છે.  કારણ કે 131 સાંસદ દલિત વર્ગમાંથી જ છે. આ વર્ગ માટે લોકસભામાં 84 સીટો અનમાત છે. ગત લોકસભાની ચૂંટણીમાં NDAને આમાથી 46 જ્યારે કોંગ્રેસને ફક્ત 7 સીટો મળી હતી. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button