રાહુલ ગાંધીના પીએમ મોદી પર આકરા પ્રહાર, આજના પરિણામ બીજેપી માટે સબક (2)
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકારા પ્રહાર કર્યા છે રાહુલે કહ્યું કે આ જનાદેશથી સંકેત મળે છે કે પીએમ મોદીના કામથી જનતા ખુશ નથી.
રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવ્યાય જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓને શુભેચ્છા આપવા માંગુ છું. જ્યાં અમે હાર્યા છે અને જે જીત્યા છે તે લોકોને અમે શુભેચ્છા આપવા માંગીએ છીએ. આ કોંગ્રેસ કાર્યકર્તાઓ, ખેડૂતો, યુવાઓ અને નાના દુકાનદારોની છે. તે સિવાય અમે તેની પર કેટલાક કામ શરૂ કરવાના છીએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે બીજેપીને હરાવ્યું છે. આ રાજ્યોમાં બપીજેપીના મુખ્યમંત્રી હતા. તે લોકોએ જે કામ કર્યું છે તેના માટે અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે તે લોકોના કામને આગળ લઇ જવા માંગીએ છીએ. દેશના લોકોમાં એવી ભાવના છે કે મોદીએ જે વાયદા કર્યા છે તે પુરા કર્યા નથી. આ સ્પષ્ટ સંદેશ છે કે મોદી અને બીજેપી જે કરી રહી છે તેનાથી જનતા ખુશ નથી.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હવે જનતા મગજમાં વાત આવી ગઇ છે કે નરેન્દ્રમોદી ભ્રષ્ટ છે. તેમણે યુવાઓના રોજગાર અંગે જે વાયદા કર્યા હતા તે તૂટી ગયા છે.