IND vs NZ: 52 વર્ષમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડને વ્હાઇટ વોશ કરવા ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી જીતી ચૂકેલી ભારતીય ટીમની નજર ‘ક્લીન સ્વીપ’ પર છે. આ વખતે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી ટીમની કેપ્ટનશિપ રોહિત શર્મા સંભાળશે. સિરીઝની ચોથી વન-ડેમાં ઉતરતાની સાથે જ રોહિત તેના કરિયરની 200 વન-ડે મેચ પુરી કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7.30 વાગ્યાથી રમવામાં આવશે.
ભારત જીત મેળવીને 4-0ની લીડ હાંસલ કરે તો 52 વર્ષ બાદ ભારતની આ સૌથી મોટી જીત સાબીત થશે. ભારતે વર્ષ 1967માં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝ રમી હતી. આ પ્રવાસ દરમ્યાન ચાર મેચની શ્રેણીમાં ભારતે 3-1થી શ્રેણીમાં જીત હાસલ કરી હતી. હાલ આ પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-0થી આગળ છે.
આગામી ટી20 શ્રેણીમાં કપ્તાન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને કપ્તાન પદ સોંપવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ પૂર્વ કપ્તાન ધોનીને માંસપેશિયોમાં ખેંચાણ થવાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં તેમની ગેરહાજરી જોવા મળી હતી. તેટલા માટે જ સોમવારે માઉંટ માઉંગાનુઇમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં દિનેશ કાર્તિક વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
હાલમાં આગામી ટી20 શ્રેણીને ધ્યાનમાં લઇને બન્ને ટીમ દ્વારા ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ધોનીને માંસપેશિયોમાં ખેંચાણ થવાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે ચોથી મેચમાં કોહલીની ગેરહાજરી છે પરંતુ ટીમમાં ધોનીની વાપસી થઇ છે. સાથે જ ન્યૂઝીલેન્ડ દ્વારા આ વખતે વન-ડે સિરીઝમાં ટીમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટી20 માટે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ટીમ
ભારત
રોહિત શર્મા (કપ્તાન), શિખર ધવન, અંબાતિ રાયુડૂ, મહેન્દ્ર સિંઘ ઘોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, શુભમન ગિલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહમદ, રવિન્દ્ર જડેજા, હાર્દિક પંડ્યા
ન્યુઝીલેન્ડ
કેન વિલિયમસન (કપ્તાન) ડગ બ્રાસવેલ, કૉલિન ડિ ગ્રૈંડહોમ, લોકા ફર્ગ્યુસન ( પ્રથમ બે મેત માટે ), માર્ટિન ગપ્ટિલ, સ્કૉટ કુગલેજિન, ડેરિલ મિશેલ, કૉલિન મુનરો, મિશેલ સેંટનર, ટિમ સેઇફર્ટ (વિકેટકીપર), ઇશ સોઢી, રોસ ટેલર, બ્લેયર ટિકનર ( અંતિમ મેચ માટે)