IND vs AUS: સિડની ટેસ્ટથી પહેલા ઇજાગ્રસ્ત અશ્વિનને લઇને કોહલીએ આપ્યું મોટું નિવેદન
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યુ કે રવિચંદ્રન અશ્વિન સતત બે વિદેશના પ્રવાસ પર ઈજાગ્રસત્ થતા ચિંતાનો વિષય બન્યો છે. આ ઓફ સ્પિનરે જલ્દીથી ઠીક થવુ જોઈએ. અશ્વિને પેટની માંસપેશિઓમાં ખેચાવના કારણે એડિલેડમાં પહેલા ટેસ્ટમાં 86 ઓવરોની બોલીંગ બાદ હાલની સીરિઝ પર ભાગ નહી લઈ શકે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અશ્વીનને અંતિમ 13માં સમાવી તો લીધો છે પણ તે રમશે કે કેમ તે મેચ શરૂ થશે તે પહેલા જ ખબર પડશે. કોહલીએ સ્પષ્ટ કર્યુ છે કે તમિલનાડુના આ ઓફ સ્પિનરને એક જેવી જ ઈજા થઈ રહી છે.
કેપ્ટને અંતિમ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કહ્યુ કે આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે અશ્વિન છેલ્લા કેટલાક સમયથી એક સરખી રીતે ઈજા પામી રહ્યો છે. વિરાટે જણાવ્યુ કે ફિઝીયો અને ટ્રેનર સાથે તેની વાતચીત સતત ચાલી રહી છે. ઈજામાંથી બહાર કેમ આવવુ હાલ બસ તેના પર જ ધ્યાન કેન્દ્રીત છે. કેપ્ટને કહ્યુ કે તે ખુબજ નિરાશ થયા છે આ સમયમાંથી બહાર આવવા મથી રહ્યા છે. પણ સંપૂર્ણ રીતે ફિટનેસ મેળવવા તેને સમય લાગશે. ઈમાનદારીથી કહુ તો ઈજાને લઈને કોઈ ભવિષ્યવાણી ન કરી શકુ. જ્યારે કોઈને ઈજા થાય છે તો તેમાથી બહાર આવતા થોડો સમય લાગે છે.
કોહલીએ ખુલાસો કરતા કહ્યુ હતુ કે તેમને ભારતીય ટીમની શરૂઆતના દિવસોમાં 2011માં તેણે જણાવ્યુ કે જ્યાં સુધી મારી ફિટનેસની વાત કરૂ મને 2011થી આ સમસ્યા છે આમા કંઈ નવુ નથી. પણ હુ કેટલાક સમયમાં તેમજ શારિરીક પ્રયાસોથી તેનાથી નિપટવામાં સફળ રહ્યો છુ. હુ વધારે મારા દર્દ વીશે વિચારતો નથી.
અશ્વીનની ઈજાથી ચર્ચા કોહલીના પીઠ દર્દ સુધી પહોંચી ગઈ જે કેટલાક સમયથી આનાથી પરેશાન છે. કોહલી મેલબર્ન ટેસ્ટ દરમિયાન દર્દમાં હતા તેઓને અવારનવાર કમર પર હાથ રાખતા જોવા મળ્યા હતા. કોહલીએ પોતાના આ દર્દ પર જે રીતે કાબુ મેળવ્યો છે અશ્વીને તેની પાસેથી શિખવા જેવુ છે.