IND vs AUS: ગાંગુલીએ આપ્યું નિવેદન, ભારત હજુ પણ જીત મેળવી શકે છે
ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટમાં જીત મેળવીને ભલે ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં બરાબરી કરી લીધી હોય પણ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવુ છે કે ભારત હજુ પણ સીરિઝ જીતી શકે છે. એડિલેંડમાં રમવામાં આવેલ પહેલો મેચ ભારતે જીત્યો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં તેને 146 રનની હાર મળી ત્રીજી મેચ 26 ડિસેમ્બરે મેલબર્નમાં રમાશે. ગાંગુલીએ કોલકત્તામાં કહ્યુ છે કે ભારત હજુ પણ જીત મેળવી શકે છે, આ તેના પર નિર્ભર રાખશે કે કેવો મેચ રમાશે.
ગાંગુલીએ મધ્યક્રમના બેટ્સમેનને રન બનાવવાની સલાહ આપી છે. પર્થ ટેસ્ટમાં ભારત મધ્યક્રમમાં બહુ ખરાબ રીતે ફેલ થયું હતુ. ગાંગુલીએ કહ્યુ કે મેદાનમાં ઉતરતા તમામ 11 ખેલાડીઓએ જવાબદારી લેવી જોઈએ. તમામ ખેલાડીએ સારૂ પ્રદર્શન કરવુ જોઈએ. સીરીઝના કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાને છોડીને તમામ ભારતીય બેટ્સમેન પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગાંગુલીએ મધ્યક્રમના બેટ્સમેનને વધારે જવાબદારી સાથે મેચ રમવાની સલાહ આપી હતી.
ભારતે અત્યાર સુધીમાં 14 બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં 10માં કારમો પરાજય મળ્યો છે. ભારતે ફક્ત એક મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે ત્રણ મેચ ડ્રો થયા હતા. ઓસ્ટ્રેલિયામાં સાત બોક્સિંગ ડે ટેસ્ટમાં ભાગ લીધો હતો. પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો જ્યારે બે મેચને અનિર્ણિત ઘોષિત કરવામાં આવ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ મેલબોર્નમાં શરૂ થનાર ત્રીજા મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલીવાર બોક્સિંગ ધ ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં સરસાઈ મેળવી લેવાની કોશિશ કરશે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં બોક્સિંગ ડે એટલેકે 26 ડિસેમ્બરથી શરૂ થતી 14 ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં ફક્ત એક મેચમાં જીત મળી છે. તે પણ ઓસ્ટ્રેલિયામા નહી પણ દક્ષિણ આફ્રીકામાં ભારતમાટે આ મેચોના પરિણામ નિરાશા જનક છે.