ઘરમાં રાખો છો આ રીતે સાવરણી તો થશે રોજ ઝઘડા
વ્યક્તિના જીવનમાં ભાગ્ય અને વાસ્તુનો પ્રભાવ વધારે હોય છે. જો ભાગ્ય અને વાસ્તુ વચ્ચે તાલમેલ ન હોય તો વ્યક્તિને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘરના ઈશાન તેમજ નૈઋત્ય ખૂણાનું વાસ્તુ યોગ્ય હોવું જરૂરી છે. કારણ કે આ ખૂણાની મર્યાદા જાળવવી જરૂરી છે, આ ખૂણામાં અપવિત્ર વસ્તુઓ ન રાખવી.
ઈશાન અને નૈઋત્ય ખૂણામાં બાથરૂમ ન બનાવવું તેમજ ઝાડૂ જેવી વસ્તુઓ પણ આ ખૂણામાં ન રાખવી. આમ કરવાથી ઘરમાં ક્લેશ, વંશ વૃદ્ધિમાં સમસ્યા, દરિદ્રતા આવે છે. આ ખૂણામાં રસોડું પણ ન હોવું જોઈએ. જો ઘરમાં ઈશાન ખૂણામાં ઝાડૂ રાખવાથી ઝઘડા થાય છે. ઈશાન ખૂણામાં મંદિર જ રાખવું જોઈએ. જો ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરતાં હોય તો તેને ઈશાન ખૂણામાં રાખી શકાય છે. ઈશાન ખૂણો ખંડિત ન હોવો જોઈએ.
ઘરમાં કુવો ઈશાન ખૂણામાં હોય તો ઘરમાં ધન-ધાન્યની ક્યારેય ખામી રહેતી નથી. ચારે દિશાઓમાંથી સૌથી વધારે મહત્વ હોય છે ઈશાન ખૂણાનું. જો આ દિશાનું વાસ્તુ યોગ્ય હશે તો જીવનમાં સુખ-સમૃદ્ધિની ખામી નહીં રહે.