પાટીદાર સમાજે OBCમાં સમાવેશ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં કરી રીટ પિટિશન
પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી છે. અમદાવાદના જતીન પટેલ , જુનાગઢના હરીશ ડોબરીયા અને રાજકોટના કપિલ પટેલ દ્વારા આ રીટ પીટિશન દાખલ કરવામાં આવી છે.
રીટ પીટિશનને લઇને જતીન પટેલે જણાવ્યુ હતુ કે છેલ્લા 3.5 વર્ષથી પાટીદાર સમાજ દ્વારા રેલી, સભાઓ તેમજ સીએમ અને પીએમને નિવેદન કરવા છતા આ મુદ્દાને ગંભીરતાથી ન લેતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના જજમેન્ટ 861A,B,C ઇન્દ્ર સહવાનેયસ મુજબ કોઇપણ જાતિને ઓબીસીમાં સમાવવી કે નહિ તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટ પાસે જ છે.
https://www.youtube.com/watch?v=O3FNy8L9VN0&feature=youtu.be
તે સિવાય આર્ટિકલ 32 મુજબ બંધારણમાં નાગરિકને મૂળભૂત અધિકારના પાલન માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ સીધો ઘા નાખવાનો અધિકાર મળેલ છે. તો આર્ટિકલ 14/15/16 અને 21 સંવિધાનમાં દરેક લોકોને સમાન રીતે ટ્રીટ કરવા અને સમાન હક આપવાના મુદ્દાને ધ્યાનમાં રાખી પિટીશનમાં ઉમેરેલ છે. આ પિટીશનમાં ભારતીય માનવ વિજ્ઞાન સર્વેક્ષણનો રિપોર્ટ પણ છે. આ સંસ્થાનું કામ છે. કયો સમાજ કયા નામે કયા વસેલો છે શુ પ્રવૃતિ છે તેનું અસ્તિત્વ અને ઇતિહાસ શુ છે સાથે સાથે વર્તમાનમાં શુ સ્થિતિ છે તેનો સર્વે કરવાનો છે. તેમના સર્વે રિપોર્ટ મુજબ ગુજરાતમાં આંજણા પટેલ વસેલા છે. જે બીજા પટેલો કરતા સમૃદ્ધ અને સક્ષમ છે જે વર્ષોથી સમાન્ય નાગરિક અને ગવર્મેન્ટને જોડાવાનું પણ કાર્ય કરે છે. તેમને ઓબીસીમાં પણ સમાવેલ છે. જ્યારે પાટીદાર સમાજ માત્ર ખેતીથી જોડાયેલ છે ગવર્મેન્ટ સાથે તેમનું કોઇ જોડાણ નથી જેનો ઉલ્લેખ સર્વે રિપોર્ટમાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટમાં પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા સર્વે કરવા માટે પિટિશનો ફાઇલ કરેલ છે.
તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે અમારી લડાઇ માત્ર પાટીદાર સમાજ માટે છે અને અમે કોઇ રાજકીય સંસ્થા કે પાર્ટી મતલબ કે જોડાણ ઘરાવતા નથી. આજે કેન્દ્ર દ્વાર જાહેર કરાયેલ નોકરી અને શિક્ષણ અનામતને ચૂંટણી અગાઉની લોલીપોપ ગણાવી હતી.