રાફેલ ડીલમાં” એટલે કે અનિલ અંબાણીનું નામ? રાહુલ ગાંધીએ કેન્દ્રની સરકાર પર આકરા પ્રહારો કર્યા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એક વાર આકરા પ્રહારો કર્યા.આજે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો છે, તેમણે જ્ણાવ્યું છે કે એરબેઝ કંપનીના એક્ઝિક્યૂટિવે તેમના ઈમેલમાં લખ્યું છે કે, અનિલ અંબાણી ફ્રાન્સના રક્ષા મંત્રીની ઓફિસમાં ગયા હતા. મીટિંગમાં અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે પીએમ આવશે ત્યારે એક એમઓયુ સાઈન કરવામાં આવશે. “રાફેલ ડીલમાં” એટલે કે અનિલ અંબાણીનું નામ હશે. ભારતના તે સમયના રક્ષા મંત્રી, એચએએલ અને વિદેશ મંત્રીને પણ આ વેશે કંઈ પણ જાણ ન હતી. પરંતુ રાફેલ ડીલના 10 દિવસ પહેલાં જ અનિલ અંબાણીને આ વાત કઈ રીતે ખબર પડી હશે. એનો અર્થ એ થયો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનિલ અંબાણીના મિડલ મેન તરીકે કામ કરી રહ્યા હતા. માત્ર આ જ આધાર પર કે ટોપ સિક્રેટ કોઈની સાથે શેર કરવા માટે વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. અને તેમને જેલ પણ મોકલવા જોઈએ. આ એક દેશદ્રોહનો કેસ છે.