અમદાવાદ
AMCના બજેટ સત્રમાં વિપક્ષનો હોબાળો, ‘મેયર ચોર છે…મેયર ચોર છે’ના સુત્રોચ્ચાર થયા
AMCના વર્ષ 2019-2020નું બજેટ મંજુર કરવા માટે આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં જેમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સભામાં વિપક્ષને સુધારાની ચર્ચા સમય મર્યાદામાં રહી કરવાનું કહેતા મામલો બિચક્યો હતો. વિરોધના પગલે સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ મેયર સહિતના અધિકારીઓ ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે કોંગ્રેસ કાઉન્સિલરોએ ‘મેયર ચોર છે…મેયર ચોર છે’ અને ‘ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતાં.
આ દરમિયાન દાણીલીમડાના કોર્પોરેટર શાહનવાઝ પઠાણ અને મ્યુનિસિપલમાં પક્ષના નેતા અમિત શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંનેએ સામસામે આક્ષેપ કરી બોલાચાલી કરી હતી. જેમાં ગેરકાયદેસર દબાણો કર્યા છે અને બે દિવસમાં તોડાવી નાંખીશ એવું બોલતા સાંભળવા મળ્યા હતાં.