ગુજરાત
અરવલ્લીના બાયડમાં કોંગ્રેસ દ્વારા શહીદોને મૌન પાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવી.
પુલવામાં CRPFના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહિદ થયા છે. ત્યારે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લીના બાયડમાં કોંગ્રેસ દ્વારા શહીદોને મૌન પાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું. અરવલ્લીના કોંગ્રેસના ધારાસભ્યો, હોદ્દેદારો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા. જ્યાં “પાકિસ્તાન મૂરદાબાદ અને હાય હાય ના નારા” પણ લગાવ્યા. દેશના જવાનો સાથે જે ઘટના બની છે તેવામાં દુઃખનાં સમયમાં અમે સરકાર સાથે છીએ અને સરકારે જડબાતોડ જવાબ આપવો જોઈએ.