11 વર્ષનાં બજેટમાં AMCએ 14 હજાર કરોડથી વધુ રૂપિયા વાપર્યા જ નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાશકો દ્રારા આગામી નાણાકીય વર્ષ 2019-20 નું રૂપિયા 8051 કરોડના સુધારિત બજેટ મુજબ વીએસ હોસ્પિટલ, એમ. જે. લાઈબ્રેરી, AMTS,સ્કૂલ બોર્ડ એમ ચાર સંલગ્ન સંસ્થાના સુધારિત બજેટને મંજૂરી આપવામાં આવી હોય ત્યારે શનિવારથી ખાસ બે દિવસની બજેટ બેઠક યોજાશે. ગત નાણાકીય વર્ષ 2006-2007માં રૂપિયા 1676.65 કરેડના બજેટમાં રૂપિયા 437કરોડ વર્ષ 2007-08માં રૂપિયા પૂરતી આવકના અભાવે ફકત કાગળ પર રહ્યું હતું તેમ જણાવતાં મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા વધુમાં કહે છે કે બજેટના આંકડા પણ લોકોની આંખમાં ધૂળ નાંખનારા છે.
વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૬૦૮૦ કરોડનાં બજેેટમાં રૂ.૧૪૯૧ કરોડ, ર૦૧૭-૧૮માં રૂપિયા ૬પ૦૧ કરોડનાં બજેેટમાં રૂપિયા ૧૧પ૧ કરોડ, ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં રૂપિયા ૬૯૯૦ કરોડના બજેટમાં ૧ર૩પ કરોડ કુલ મળીને છેલ્લા ૧૧ વર્ષના કુલ રૂ.પ૮,૯૯પ.૦૪ કરોડનાં બજેટમાં રૂ.૧૪,૩૬૬ કરોડથી વધારેની રકમ શાસકો દ્વારા વાપરવામાં આવી જ નથી. જ્યાં તંત્ર દ્રારા શનિવારે તા.16 ફેબ્રુઆરી બે દિવસ બજેટ સત્ર યોજાવાનો છે, જ્યાં એજન્ડા પ્રસિદ્ધ કરાતાં ભાજપના સભ્યોમાં ભારે ગરમાવો ફેલાયો છે.
મ્યુનિસિપલ ભાજપ કાર્યાલયના જણાવ્યાં પ્રમાણે પક્ષના ટોચના હોદ્દેદારોએ શનિ-રવિને બદલે સોમ-મંગળ બજેટ સત્રની જાહેરાત કરવી જોઇએ. શનિ-રવિએ રાજ્ય સરકારનાં બજેટ સત્રમાં પણ રજા પળાય છે.