નવી દિલ્હી સહિત રાજધાની, શતાબ્દીમાં યાત્રીઓને હવે માટીની થાળી અને વાટકીમાં નાસ્તો તથા ભોજન કરી શકશે.
નવી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને સ્ટેશનો અને ટ્રેનોમાં ચાની સાથે ભોજનમાં પણ માટીની સુગંધનો આનંદ મળશે. યાત્રીઓને હવે માટીની થાળી અને વાટકીમાં નાસ્તો તથા ભોજન કરી
શકશે. રેલવે મંત્રાલયના આદેશથી ગોરખપુર, લખનઉ, આગ્રા અને વારાણસી સહિત પૂર્વોત્તર રેલવેના તમામ મુખ્ય સ્ટેશનો પર માર્ચ મહિનાથી માટીના વાસણોમાં ભોજનની સુવિધા શરૂ કરાશે. તેના
માટે માટીના કુંભારોના જૂથ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. રેલવે બોર્ડ વારાણસી અને રાયબરેલીથી પાઈલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામા આવશે. જો બધુ સમુસુથરુ રહ્યું તો દેશભરના તમામ
એ અને બી શ્રેણીના 400 રેલવે સ્ટેશનો પર આ વ્યવસ્થા લાગુ કરાશે.
માજી રેલવેમંત્રી લાલુપ્રસાદ યાદવે સ્ટેશનો પર માટીની કુલડીમાં ચાની વ્યવસ્થા લાગુ કરી હતી. કુલડીનું ચલણ તો શરૂ થયું હતું પરંતુ તે પછી પ્લાસ્ટિકના કપ અને પ્લેટ ચાલુ થઈ ગયા હતા.
માટીના વાસણોમાં ભોજન પીરસવાની શરૂઆત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સૂચના પર કરવામાં આવી રહી છે. તેનાથી કુંભારોને રોજગારી મળશે. એડીજી સ્મિતાવત્સ શર્માએ જણાવ્યું કે, માટીના
વાસણોનું પ્રોડક્શન વધારવાની સાથે જ વારાણસી અને રાયબરેલી સ્ટેશન પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાશે. તેનાથી પર્યાવરણને બચાવવામાં મદદ મળશે.
દરરોજ આશરે 20 લાખ એલ્યુમિનિયમ કેસરોલની જરૂર પડે છે. આઈઆરસીટીસીના સીએમડી એમ.પી.મલ્લનું કહેવું છે કે ઈકોફ્રેન્ડલી પ્લેટોમાં ભોજન પીરસવાનું કામ શરૂ થઈ ગયું છે. દરરોજ
આશરે 20 લાખ એલ્યુમિનિયમ કેસરોલની જરૂર પડે છે. તેથી તમામ ટ્રેનોમાં ઈકોફ્રેન્ડલી પ્લેટોમાં ભોજન પીરસવામાં સમય લાગશે. હાલમાં રાજધાની, શતાબ્દી સહિત અન્ય ટ્રેનોમાં આ વ્યવસ્થા છે.