કલોલમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિધાર્થીઓ દ્વારા બેનરો સાથે રેલી કાઢી આતંકી હુમલાનો વિરોધ દર્શાવ્યો
ગઈ કાલે જમ્મુકાશ્મીર ના પુલવામાં જે આંતકવાદીઓ એ આપણી સીઆરપીએફની સૈન્ય ટુકડી ઉપર જે આત્મઘાતી હુમલો કર્યો હતો અને આપણાં 42 જેટલા સેનિકો શહિદ થયા હતા. જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિશ્વ અને ભારતમાં પડયા છે. અને પાકિસ્તાન ઉપર ફિટકાર વર્ષાવી છે. જ્યાં સમગ્ર ભારત માં પાકિસ્તાનના વિરોધ માં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દે સમગ્ર રાજકીય પક્ષ પણ એકબીજાની સાથે ઉભા થઈ ગયા છે અને આ હુમલા નો જડબાતોડ જવાબ આપવા માટે પણ અમે સરકાર ની સાથે જ છીએ. તો બીજી બાજુ નાના મોટા બધાં જ શહેર અને ગામોમાં બાળકો, વડીલો, મહિલાઓ અને વિધાર્થીઓ વગેરે દ્રારા રેલી કાઢી હિંદુસ્તાન જીંદાબાદ અને ” શહીદો અમર રહો ના નારા ” લગાવ્યા હતા.
https://www.youtube.com/watch?v=KE-7GOB5frE&feature=youtu.be
આ ઘટનાના ભાગ રૂપે ગાંધીનગરના કલોલમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળના વિધાર્થીઓ દ્વારા બેનર પોસ્ટર સાથે રેલી કાઢીને પુલવામાં જે આપણા સેનિકો ઉપર હુમલો થયો એનો પાકિસ્તાન સામે વિરોધ નોંધાવીને જોરદાર સૂત્રોચ્ચાર કરીસમગ્ર કલોલમાં રેલી કાઢવામાં આવી હતી. જ્યાં બાળકો સાથે કલોલની જનતાએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો.