ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવારે રોજગાર મેળો, 46 કંપનીઓ 4487 જોબ ઓફર કરશે
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સેનેટ હોલ ખાતે આવતીકાલે એટલે કે મંગળવારે મહારોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સેક્ટરની 46 કંપનીઓ તરફથી 4487 જેટલી પોસ્ટ માટેની જોબ ઓફર કરવામાં આવશે. મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ એસ આર વિજય વર્ગીયે જણાવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં 24મી સપ્ટેમ્બરના રોજ આયોજિત મહારોજગાર ભરતી મેળામાં 18 વર્ષથી 30 વર્ષની વય ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ બહાર સ્થળ પર સવારે નવ કલાકે ટોકન મેળવી, રજિસ્ટ્રેશન કરાવીને ભરતી મેળામાં ભાગ લઈ શકશે. આ ઉપરાંત મદદનીશ નિયામક રોજગાર એસ આર વિજય વર્ગીયે કહ્યું હતું કે,‘આ ભરતી મેળામાં એલ એન્ડ ટી, સુઝૂકી મોટર્સ, પારલે, એલિઝાબેથ ટૂલ્સ, યૂરેકા ફોર્બ્સ, એજીસ, જોબ સ્ટેશન, એનઆઈઆઈટી, વેદાંગ, ઈનોવેટિવ, સ્માર્ટ લાયન, ટેક મહનિ્દ્રા, ક્લબ મહનિ્દ્રા હોલિડેઝ. મેડસનિડ, હોમ ક્રેડિટ ઈન્ડિયા, ફાઈનાન્સ, સીઆઈઆઈએસ સિક્યુરિટી, આઈકિયા મેટસ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, સ્વસ્તિક લેમનિેટ્સ સહિતની કંપનીઓના એચ આર મેનેજર ઉપસ્થિત રહીને નોકરી ઓફર કરશે. મેળામાં 18થી 30 વર્ષની વયના ઉમેદવારો ભાગ લઈ શકશે.
આ મહા રોજગાર મેળા અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે,‘બેરોજગાર યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં વધુને વધુ જોબ ફેરનું આયોજન હાથ ધરાશે.