PM મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’માં ગુજરાતના 28 વિદ્યાર્થી, 6 વાલી અને 6 શિક્ષક સામેલ થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવા માટે આજે એક ખાસ મેસેજ આપ્યો. તાલકોટરા સ્ટેડિયમમાં થનારી ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સિવાય અમુક વડીલો અને શિક્ષકો પણ સામેલ થયા છે. પીએમઓ પ્રમાણે આ ‘પરીક્ષા પર ચર્ચા 2.0’ છે. ગયા વર્ષે પણ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ તેનો જ આગામી કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, વડીલો અને શિક્ષકોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ સામેલ થયા છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓ કોલેજના છે.દરેક સરકારી અને માધ્યમિક શિક્ષા બોર્ડની સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકો માટે ‘શિક્ષકો કી સોચ’ અને વડીલો માટે ‘મેરી પરીક્ષા નાયક સે સીખના’ થીમ પણ રાખવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓમાં રશિયા, નાઈજીરિયા, ઈરાન, નેપાલ, દોહા, કુવૈત, સાઉદી અરબ અને સિંગાપોરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા છે. આ વર્ષે 10 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
પીએમ મોદી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર થાય તે માટે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી 28 વિદ્યાર્થી, 6 શિક્ષક અને 6 વાલી સામેલ થયાં છે. જેમાં દરેક રાજ્યના 3૦ વિદ્યાર્થીઓ, 6 શિક્ષકો અને 6 વાલીઓને દિલ્હી MHRD(મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ)ના ખર્ચે લઈ જવાની સૂચના અપાઈ.
https://www.youtube.com/watch?v=K7glx-aDSG8&feature=youtu.be
ગુજરાત સહિત દેશભરમાં બોર્ડની પરીક્ષા હોય કે, પછી સ્કૂલ લેવલની પરીક્ષા હોય વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે જેને લઈ પીએમ મોદી દ્વારા ગત વર્ષથી ‘પરીક્ષા પે ચર્ચા’ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એક ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી હતી. જે ગાઇડ લાઇન પ્રમાણે, દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે. જોકે MHRD દ્વારા ગત 10 જાન્યુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવા માટે આજે એક ખાસ મેસેજ આપ્યો. તાલકોટરા સ્ટેડિયમમાં થનારી ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સિવાય અમુક વડીલો અને શિક્ષકો પણ સામેલ થયા છે. પીએમઓ પ્રમાણે આ ‘પરીક્ષા પર ચર્ચા 2.0’ છે. ગયા વર્ષે પણ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ તેનો જ આગામી કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, વડીલો અને શિક્ષકોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ સામેલ થયા છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓ કોલેજના છે.દરેક સરકારી અને માધ્યમિક શિક્ષા બોર્ડની સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમનો ઉદ્દેશ બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કરવાનો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે.
આ કાર્યક્રમમાં શિક્ષકો માટે ‘શિક્ષકો કી સોચ’ અને વડીલો માટે ‘મેરી પરીક્ષા નાયક સે સીખના’ થીમ પણ રાખવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓમાં રશિયા, નાઈજીરિયા, ઈરાન, નેપાલ, દોહા, કુવૈત, સાઉદી અરબ અને સિંગાપોરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા છે. આ વર્ષે 10 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.