દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના,સલાયા બંદરનું જહાજ સળગ્યું
આ વિશે મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક જહાજ આજે સળગ્યું હતું. યુએઈના સરજહાંની ખાલિદ જેટી પર અચાનક જ જહાજમાં ભીષણ આગ લાગી હતી. જેથી અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. આ જહાજનું નામ નુરે ફૈજાન MNV 1703 નામનું જહાજ હતું, જે આગની જ્વાળાઓમાં લપેટાયું હતું. શારજ્હાંથી યમનના સિકોતર બંદર જવા માટેનો માલસામાન ભરતી આ ઘટના બની હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. જહાજ જાવીદ ભાયાનું માલિકીનું હોવાનું સામે આવ્યું છે
. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે પણ જાવીદનું જહાજ યમન ખાતે દરિયાના તોફાનના કારણે મધદરિયે જલસમાધી લીધી હતી, જેમાં 17 જેટલા ખલાસીઓ હજુ સુધી લાપતા છે.ગુજરાતના દ્વારકાના સલાયા બંદરે એક જહાજ સળગ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દ્ગારકાના સલાયા બંદરે UAEના શારજ્હામાં ખાલિદ જેટી પર જહાજમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. નરે ફૈઝાન MNV 1703 નામના જહાજમાં આગ લાગતા હાજર લોકોમાં દોડધામ મચી ગઇ હતી.દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના સલાયા બંદરનું જહાજ સળગ્યું..