Gujarat

આગામી ચાર દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતના ખેડૂતો પર હજુ માવઠાનુ સંકટ યથાવત રહેશે. રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ બરફના કરા સાથે વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગનુ માનીએ તો આજે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં માવઠુ કહેર વર્તાવી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

તો ઉતર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ,અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતના તાપી,નર્મદા, ડાંગ અને સુરતમાં વરસાદ થવાના એંધાણ છે. સાયક્લોનિક સર્કયુલેશનના કારણે વરસાદી માહોલ બનશે.
હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે હાલ ખેતરોમાં ઉભા પાક તૈયાર છે.ખાસ કરીને અનાજ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આ માવઠુ નુકસાન કરનારુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button