લાઇફ સ્ટાઇલ

સ્મોકિંગની આદત છોડવી છે તો અજમાવો આ નુસખાઓ

સિગારેટ પીવી આજકાલ યુવક, યુવતીઓથી લઇને નાના-નાના બાળકો માટે ટ્રેન્ડ બની ગયો છે. સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની સાથે જીવલેણ બીમારીનું કારણ પણ બને છે. એક શોધમાં સાબિત થયુ છે તે ભારતીય લોકો ધૂમ્રપાન કરવામાં સૌથી આગળ હોય છે. કેટલાક લોકો આ આદતથી છૂટકારો મેળવવા માંગે છે પરંતુ આદત છૂટી શકતી નથી. જો મતે પણ આ આદત છોડવા માંગો છો તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું જેથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

 

અજમાના બીજ

જ્યારે પણ તમને સિગારેટ પીવાની તલબ લાગે તો અજમાના થોડાક બીજ લો અને તેને ચાવી જાવ. શરૂમાં આ તમને મુશ્કેલ લાગશે પરંતુ થોડાક દિવસમાં તમને તેનાથી આ આદત દૂર થઇ જશે.

તજ

સિગારેટની આદતને છોડવા માટે તમે તજના એક ટૂકડાને લઇને મોંમાં રાખી મૂકો. સિગારેટની તલબ લાગે એટલે તજનો ટૂકડો મોંમાં રાખી મૂકો. તેનાથી સિગારેટ છોડવામાં મદદ મળશે.

દ્રાક્ષના બીજ

સિગારેટ છોડવા માટે એક સારો ઉપાય છે. જ્યારે પણ સિગારેટ પીવાનું મન કરે તો તમે થોડાક દાણા લઇને ચાવી લો. તેના સેવનથી સિગારેટની આદત દૂર કરવાની સાથે લોહીમાં એસીડિટીને ઓછી કરીને સ્મોકિંગથી થનારા નુકસાનથી બચાવે છે.

કોપરના વાસણમાં પાણી પીઓ

રોજ કોપરના વાસણમાં રાખેલા પાણીને દિવસમાં 2 વખત પીઓ. તેનાથી શરીમાં જમા થયેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જવાય છે. નિયમિત રીતે કોપરમાં રાખે વાસણમાં પાણી પીવાથી સિગારેટની આદત ઓછી થઇ જાય છે.

મધ

મધમાં વિટામિન્સ, એન્જાઇમ અને પ્રોટીન હોય છે. જે આરામથી સ્મોકિંગની આદતને છોડાવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમને સિગારેટ પીવાની ઇચ્છા થાય તો મધ ચાટી લો. જેનાથી થોડાક સમયમાં જ તમારી સિગારેટ પીવાની આદત દૂર થઇ જાય છે.

તુલસી

સિગારેટ પીવાની જગ્યાએ તમે તુલસીના પાન ચાવી લો. રોજ સવારે અને સાંજે લગભગ 2-3 તુલસીના પાન ચાવવાથી સિગારેટ પીવાની આદત છૂટી જાય છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button