ઘરની આ વસ્તુઓથી દાંતનો દુખાવો ચપટીમાં થશે ગાયબ
વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને આપણને કેટલીક બીમારીઓ થવા લાગે છે. જેમાથી એક દાંતમાં દુખાવાની સમસ્યા છે. દુખાવો જાણે કઇ પણ હોય તેનાથી વ્યક્તિ પરેશાન થઇ જાય છે અને વાત જ્યારે દાંતના દુખાવાની આવે તો તેને સહન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. એવામાં દુખાવાથી જલ્દી રાહત મેળવવા માટે તમે આ ઉપાયની મદદ લઇ શકો છો.
લસણ
લસણને મીઠું લગાવીને ચાવવાથી ખૂબ ફાયદો થાય છે. સતત આ ઉપાય કરવાથી દાંતમાં થતા દુખાવાથી રાહત મળે છે. રોજ સવારે લસણની એક કળી ચાવવાથી દાંત મજબૂત રહે છે.
ડુંગળી
રોજ સવારે એક કાચી ડુંગળી ખાવાથી પણ દાંતના દુખાવામાં આરામ મળે છે. ડોક્ટરોનું માનવું છે કે દર ત્રણ મિનિટે એક સ્લાઇસ ડુંગળી ખાવાથી મોંમાં રહેલા જીવાણુંઓ મરી જાય છે અને દુખાવામાં રાહત મળે છે.
લવિંગ
દાંતમાં દુખાવો થાય છે તો મોંમાં લવિંગ રાખવાથી આરામ મળે છે. તેજ દુખાવા દરમિયાન તે ભાગ પર લવિંગનું તેલ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.
ટી બેગ
ગરમ પાણીમાં ટી બેગ્સ રાખો અને દુખાવો થઇ રહ્યો છે તે જગ્યા પર શેક કરો. જેથી દાંતમાં થઇ રહેલા દુખાવામાં ઝડપથી રાહત મળી શકે છે.