આ નાનકડા ઉપાયથી બરછટ વાળની સમસ્યા 15 દિવસમાં થશે છૂ
વાળની સમસ્યા એ લગભગ દરેક મહિલાની રોજની સમસ્યા છે, દરેક મહિલાને વાળને લગતા પ્રશ્નો હોય જ છે, ખાસ કરીને વાળ ખરવા, બરછટ વાળ અને વાળમાં ખોડાની સમસ્યા તો જાણે દરેક મહિલાની કોમન સમસ્યા બની ગઈ છે, એવા સમયે રોજબરોજ પાર્લરમાં જઈને અઢળક રૂપીયા ખર્ચવા અને વાળની સમસ્યાનો ઉકેલ લાવવો એ થોડું અઘરું બની જાય છે. અહી અમે એવા જ એક ઉપાયની વાત કરવા માંગીએ છીએ જેને કરતા જ વાળની સમસ્યામાંથી અવશ્ય છુટકારો મળશે.
1 વાળ ખરતા હોય, બરછટ અને સુકા થઈ ગયાં હોય તો વાળમાં અઠવાડિયામાં એકવાર દહી મેથી અને થોડું મધ મિક્ષ કરી નાખવું જોઈએ.
2 આ માટે એક વાટકીમાં દહી લઈને તેની અંદર બે ચમચી મધ તથા મેથી પીસીને નાખવી.
3 આ મિશ્રણને મિક્ષ કરીને વાળમાં મિશ્રણ નાખી દેવું.
4 હળવા હાથે થોડીવાર મસાજ કર્યા બાદ ત્રીસ મિનીટ સુધી વાળમાં આ પેક રહેવા દઈને ઠંડાં પાણીથી વાળને ધોઈ નાખવા.
5 અઠવાડિયામાં એકવાર આ ઉપચાર કરવાથી વાળ હેલ્ધી, શાઈની અને સિલ્કી તો બને જ છે સાથે સાથે ખરતા પણ અટકે છે.