હરસ-મસાની સમસ્યા કરવી છે દૂર તો અસરકારક છે આ ઉપાય
સામાન્ય રીતે મસાની સમસ્યા યુવાનોમાં પણ સામાન્ય બની ગઇ છે. મસા થવાનું મુખ્ય કારણ છે જાડાપણું, ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અને સ્ટિરોઇડનું વધુ પડતુ સેવન. આમ તો ડોકટરો સર્જરીની મદદથી તમારી ત્વચા પરથી આને કાઢી શકે છે. પણ તમે આ 7 ઘરેલુ ઉપચારથી મસાને ખૂબ જ જલદી છૂટકારો મેળવી શકશો.
– કોથમરીને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે.
– જીરાને વાટી તેની લુગડી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલ અને ખુબ દુઃખતા મસા અંદર જાય છે.
– કોકમના ફુલનું ચૂર્ણ દહીંની મલાઈ સાથે મેળવી થોડુ ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.
– સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથીમસા મટે છે.
– કળથીના લોટની પાતળી રાખ પીવાથી પણ મસા મટે છે.
– ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને પાણી પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
– એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
– ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.
– ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
– જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંઘવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.
– સુંઠ, જીરૂં, સિંઘવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે.
– ગરમ દૂધ સાથે 1-2 ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.