માત્ર થોડાક દિવસમાં ખરજવા તેમજ દાદર જેવી સમસ્યાઓથી મેળવો છૂટકારો
દાદર, ખરજવું, ખંજવાળ એક ખરાબ બીમારી માનવામાં આવે છે. એક વખત આ બીમારી થઇ જવા પર તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે આ બીમારી ચામડી કે ત્વચાની બીમારીમાં આવે છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા દાદર થાય છે અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. આપણે તેને એક્જિમાના નામથી ઓળખીએ છીએ. તે સિવાય તેને ખરજવું પણ કહેવાય છે. આવા નિશાન ખાસ કરીને ગુપ્તાંગો પર જ થાય છે. તો આવો જોઇએ તેના કેટલાક લક્ષણ અને ઉપાય..
ધ્યાનમાં રાખવા જેવી વાત
• ઓછામાં ઓછો સાબુ, શેમ્પુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરો. વધારે કેમિકલ યુક્ત વસ્તુનો ઉપયોગ બંધ કરો. સ્નાન માટે ગ્લિસરીન સાબુનો ઉપયોગ કરો. સ્નાન કર્યા પછી આખા શરીરમ પર નારિયેળ તેલ લગાવો.
• કોઇપણ એન્ટી ફંગલ ક્રીમનો ઉપયોગ ડોક્ટરની સલાહ લઇને જ કરો. કોશિશ કરો કે વચ્ચે ગેપ ન પડે નહીંતર દાદર અને ખરજવામાં વધારો થઇ જાય છે.
• કપજા પર સાબુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કર્યા પછી તેને બરાબર ધોઇ લો. કપડા પર સાબુ અને ડિટર્જન્ટ જમા ન રહેવા દો. જ્યારે કપડા બરાબર સૂકાઇ જાય ત્યારે જ તેને પહેરવા જોઇએ.
અસરકારક છે આ ઘરેલું નુસખા
• દરિયાના પાણીથી સ્નાન કરવાથી ખરજવાન દર્દી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
• તેનાથી બચવા માટે લીમડાના થોડાક પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરો.
• દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ દાદર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે.
• લીંબુનો રસ અને કેળાનો પલ્પ મિક્સ કરીને દાદર વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.
• સિંધા લૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવવાથી રાહત મળે છે.
• કાચા બટેટાના રસને દાદર, ખરજવું કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી પણ આ સમસ્યાથી છૂટકારો મળે છે.