શુ તમને પણ થઇ ગયું ખરજવું, આ છે તેના ઘરગથ્થુ ઉપાય
બેદરકારી રાખવાથી દાદર, ખરજવું, ખંજવાળ જેવી બીમારી થાય છે. એક વખત આ બીમારી થઇ જવા પર તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે આ બીમારી ચામડી કે ત્વચાની બીમારીમાં આવે છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા દાદર થાય છે અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. આપણે તેને એક્જિમાના નામથી ઓળખીએ છીએ. તે સિવાય તેને ખરજવું પણ કહેવાય છે. આવા નિશાન ખાસ કરીને ગુપ્તાંગો પર જ થાય છે. તો આવો જોઇએ તેના કેટલાક ઉપાય. જેનાથી તમને રાહત મળી શકે છે.
ઘરેલું નુસખા
1 દરિયાના પાણીથી સ્નાન કરવાથી ખરજવાન દર્દી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
2 તેનાથી બચવા માટે લીમડાના થોડાક પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરો.
3 દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ દાદર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે.
4 લીંબુનો રસ અને કેળાનો પલ્પ મિક્સ કરીને દાદર વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.
5 સિંધા લૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવવાથી રાહત મળે છે.
6 કાચા બટેટાના રસને દાદર, ખરજવું કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી પણ આ સમસ્યાથી છૂટકારો મળે છે.