દવા વગર આ ઉપાયથી અસ્થમાંથી સમસ્યાને કરો છૂ
શ્વાસ લેવામાં મુશ્કેલી થવાને અસ્થમાં કહે છે. કોઇપણ વસ્તુથી એલર્જી કે પ્રદુષણના કારણે લોકોમાં સમસ્યા સામાન્ય જોવા મળે છે. અસ્થમાના કારણે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને નાકથી અવાજ આવવા જેવી સમસ્યા થાય છે. જોકે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હોમિયોપેથિક દવાઓનું સેવન કરે છે. પરંતુ ઘણા ઘરેલું ઉપાય દ્વારા પણ તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. આવો જોઇએ ક્યા ઘરેલું ઉપાય છે જેનાથી તમે અસ્થમાથી છૂટકારો મેળવી શકો છો.
– મેથીના દાણાને પાણીમાં ઉકાળી લો . તે બાદ તેમા મધ અને આદુનો રસ ઉમેરી રોજ પીઓ. આ કરવાથી અસ્થમાંની સમસ્યામાં રાહત મળી શકે છે.
– ચમચી આંબળા પાઉડરમાં 1 ચમચી મધ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. રોજ આંબળાના પાઉડરની સાથે મધનું સેવન કરવાથી અસ્થમાં કંટ્રોલ કરી શકાય છે.
– પાલક અને ગાજરને રસને મિક્સ કરી રોજ પીવું જોઇએ. દરરોજ પાલક અને ગાજરનો રસ પીવાથી અસ્થમાંની સમસ્યાથી રાહત મળી શકે છે.
– પીપળાના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પીપળાના પાનને સૂકવીને તેને સળગાવી દો. તે બાદ તેની રાખને દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી ચપટીમાં અસ્થમાંની સમસ્યા દૂર થાય છે.
– ઇલાયચી, ખજૂર અને દ્રાક્ષને એક સરખા પ્રમાણમાં પીસીને મધ સાથે સેવન કરો. તેનું સેવન કરવાથી જૂની ઉધરસ અને અસ્થમામાં રાહત મળી શકે છે.
– સૂકુ આદુ, સીંધા લૂણ, જીરૂ, સેકેલી હિંગ અને તુલસીના પાનને પીસીને પાણીમાં ઉકાળી લો. આ પાણી પીવાથી અસ્થમાની સમસ્યાથી ઝડપથી છૂટકારો મળી શકે છે.