લાઇફ સ્ટાઇલ
ખુલ્લાં પોર્સની સમસ્યા છે તો ખાસ અજમાવો આ ઘરેલું ઉપચાર
આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેનાથી સુંદરતામાં બાધક બનતી ઘણી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. ચહેરાના ખુલ્લાં પોર્સ પણ સુંદરતામાં બાધક બનતી એવી સમસ્યા છે જે તમારી પર્સનાલિટીમાં ઘટાડો કરે છે. તો તમે પણ ઘરે બનાવો આ ગ્રીન ટીનો આ ફેસ પેક…
સામગ્રી
1 ચમચી ગ્રીન ટી પાવડર
1 ઇંડુ
2 ચમચી બેસન
થોડુ ગુલાબજળ
બનાવવાની રીત
સૌ પ્રથમ 1 ચમચી ગ્રીન ટી પાવડર, 1 ઈંડુ, 2 ચમચી બેસન અને થોડુ ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી લગાવીને રાખો. ત્યારબાદ સાદા પાણીથી ઘોઈ લો. તમને જણાવી દઇએ કે, આ પેક ત્વચાને ટાઈટ કરીને પોર્સને નાના બનાવે છે. આને લગાવવાથી તેલ નીકળવાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.