શુ તમે પણ ખાઓ છો વધારે મીઠું તો ચેતી જજો, નહીંતર…
ખાસ કરીને આજકાલ ઘણા લોકો વ્યસ્ત લાઇફ સ્ટાઇલને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જ્યારે કેટલીક વખત યંગસ્ટર્સ વધારે પ્રમાણમાં મસાલેદાર ખાવાનું ખાતા હોય છે. એમા પણ કેટલીક વખત વધારે માત્રામાં મીઠાનું સેવન કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે, મીઠાની માત્રા શરીરમાં જરૂરિયાત કરતા વધારે લેવા પર તે આપણા માટે જીવનું જોખમ બની રહે છે. તો આજે તમે પણ જાણી લો મીઠાના વધારે પડતા સેવનથી કેટલાક નુકસાન થઇ શકે છે.
1 વધારે મીઠું ખાવાથી નસોને નુકસાન થાય છે. આથી યુરિક એસીડ વધી જાય છે અને યુરીનમાં એલ્બ્યુમિન આવવા લાગે છે, જેનાથી બ્લડ પ્રેશર વધવાની શંકા રહે છે.
2 વધારે મીઠું ખાવાથી બ્લડમાં આયનની માત્રાને ઓછી થવાથી પેટમાં એસીડીટી વધી જાય છે. જેનાથી ભૂખ નથી લાગતી. અને વધારે કેલેરી શરીરમાં જાય છે. જેનાથી આપણે જાડાપણાનો શિકાર બની જઈએ છીએ.
3 વધારે મીઠું ખાવાથી હાઈપરટેન્શન અને હાઈબ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે.
4 મીઠામાં હાજર રહેલ સોડિયમ વધારે માત્રામાં શરીરમાં જવાથી પેટનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે મીઠાનું સેવન ઓછામાં ઓછુ કરવું.
5 મીઠાનો વધારે માત્રામાં ઉપયોગ કરવાથી શરીરના હાડકા અને કોશિકાઓ ગળી જાય છે અને તે તમને સમયના પહેલા જ વૃદ્ધ બનાવવા લાગે છે, જયારે ખાવામાં મીઠાની માત્રા તમારા શરીરની સિસ્ટમને ધીમી કરી દે છે.
6 પોતાના ભોજનમાં વધારે મીઠું ખાનાર લોકો થોડા સાવધાન થઇ જજો કારણકે તમારી આ ટેવથી પથરી જેવી બીમારીઓનો શિકાર પણ તમે બની શકો છો. કારણકે સોડિયમ અને કેલ્શિયમની વચ્ચે એક મહત્વપૂર્ણ સંબંધ રહેલો હોય છે.