સિગ્નલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા રોડ ક્રોસ કરશો તો ભરવો પડશે દંડ

કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ ઈ-મેમોમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા પણ જો રોડ ક્રોસ કરાશે તો રૂ.500નો દંડ ભરવો પડશે. જ્યારે બીજી વખત સ્ટોપ લાઈન ભંગ કરાશે તો રૂ.1000નો દંડ ભરવો પડશે. વારંવાર જંક્શન ચાર રસ્તા પર સ્ટોપલાઈન ક્રોસ કરવાની અકસ્માત થઈ શકે છે જેથી 6 મહિનામાં ત્રણ વાર સ્ટોપ લાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે.
ચાર રસ્તા પર કેટલાક વાહન ચાલકો સિગ્નલ ચાલુ થવાની 5 સેકન્ડ બાકી હોય ત્યારે વાહન ધીમે-ધીમે આગળ લઈ જતા હોય છે. જોકે, CCTV કેમરા વાહનનું ટાયર સ્ટોપ લાઈન પર આવી જાય ત્યારે નંબર પ્લેટનો ફોટો પડી જાય છે. અને તે વાહનને પ્રથમ વખત રૂ.500 અને તો બીજી વાર રૂ.1000નો ઈ-મેમો આપવામાં આવશે. અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ ઈ-મેમોની વિગત પોલીસી કંપનીને મોકલશે.
ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે જો કોઈ વાહન ચાલકો ત્રણ વાર સ્ટોપલાઈનનો ભંગ કરશે તો તેના થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના પ્રિમીયમમાં વધારો કરવામાં આવે તેવી રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી છે. વાહન ચાલક સ્ટોપલાઈન ભંગ કરે એટલે વાહન ચાલકો ભયજનક રીતે વાહન ચલાવે છે જેથી અકસ્માત થાય છે.