વધતા વજનથી પરેશાન છો તો ફોલો કરો આ ડાયેટ પ્લાન
ફાઇબરયુક્ત ફળ કેળાંથી શરીરને ઘણા ફાયદા થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ ઘઉં, ચોખા અને મકાઈ બાદ લોકપ્રિયતામાં કેળા ચોથા ક્રમે છે. ભરપૂર પોષક તત્વો તથા સસ્તા અને સરળતાથી મળવાને કારણે કેળા તમારા રોજિંદા ખાનપાનમાં સામેલ કરવા માટેનું એક આદર્શ ફળ છે. જો તમે માત્ર કેળાં જ ખાઓ તો તમારું વજન ઘટશે, પણ જો તમે તમારા નિયમિત આહાર ઉપરાંત રોજનાં આઠથી દસ કેળાં ખાશો તો તમારું વજન વધી જશે.
તમે કેળાંની જેમ અન્ય કોઈ ફ્રૂટથી પણ આ પ્રકારનું ડાયેટ કરી શકો છો. બનાના ડાયેટમાં તમારે માત્ર પાકેલાં કેળાં જ ખાવાનાં હોય છે. આ સાથે સાથે દિવસનું ત્રણ લિટર પાણી અને સામાન્ય કસરત કરવાની હોય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, તમારા વેઇટ લોસ ડાયેટ પ્લાનમાં કેળાં એકદમ પરફેકટ છે. કેળામાં કન્ટેન્ટ દ્રાવ્ય હોય છે, જે પાણીને શોષવાનું અને અને પાચન ધીમું પાડવા કારણભૂત છે.
તમને જણાવી દઇએ કે, કેળું વજન ઉતારવા માટેનું ઉત્તમ ફળ છે. એક કેળામાં 108 કેલરી હોય છે, જે 17.5 ગ્રામ કાર્બોહાઇડ્રેડ બરાબર છે. લચીલાપણા માટે આપણા શરીરને કાર્બોહાઇડ્રેડની જરૂર હોય છે. આ સાથે કેળામાં વધુ માત્રામાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ સિવાય તેમાં પેકિટન (જિલેટિન જેવું દ્રવ્ય) હોય છે, જેનાથી તમારું પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે.