તમાકુનું કરો છો વધારે સેવન તો ચેતી જજો, જીવ માટે છે ખતરા સમાન
ફેફસા શરીરનો ખાસ ભાગ છે. તેમા સમસ્યા થવા પર શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જેના કારણે અસ્થમાની બીમારી થવાનો ખતરો વધી જાય છે. પરંતુ તેનુ સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. પ્રદુષણના કારણે આ સમસ્યા દિવસે-દિવસે વધતી જઇ રહી છે. આ બીમારી જીવલેણ પણ હોઇ શકે છે. આ બીમારી થવા પર થોડૂક કામ કરવા પર પણ શ્વાસ ચડવા લાગે છે. આજે અમે તમને જણાવીશુ કે કયા કારણોથી આ બીમારી વધતી જઇ રહી છે અને તમારે કઇ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.
વધતું પ્રદુષણ
ફેફસા ખરાબ થવાનું કારણ વધતું પ્રદુષણ છે. તેનાથી અસ્થમા જેવી બીમારી થવાનો ખતરો વધી જાય છે અને શ્વાસ લેવામાં ચઢવા લાગે છે. જે લોકોને ધૂળ, ધુમાડો, પાલતૂ પ્રાણીઓથી એલર્જી હોય તે લોકોએ ખાસ કરીને પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
તમાકુનું સેવન
તમાકુના સેવનથી પણ ફેફ્સાનું કેન્સર થવાનો ખતરો વધી શકે છે. તેનું સેવન કરનારા 10માંથી 9 લોકોમાંલ આ સમસ્યા જોવા મળી રહી છે. ફેફસાને સ્વસ્થ રાખવા માટે તમાકુ જેવા નશાથી દૂર રહેવું જોઇએ.
એલર્જીના કારણ
ફેફસા ખરાબ થવાના કારણે એલર્જી પણ થઇ શકે છે. આ એલર્જી પરફ્યૂમ, રૂના બારીક રેશા, કેટલાક ફુલો, પશુઓના વાળ સહિતથી થઇ શકે છે. જે લોકોને ખૂબ જલદી એલર્જી થાય છે.તે લોકોએ આ વસ્તુથી દૂર રહેવું જોઇએ.