અમદાવાદ

‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’, 1 માર્ચે રીલિઝ થશે ગુજરાતી ફિલ્મ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તેમના સંઘર્ષોમાંથી પ્રેરણા લઇને ગુજરાતના 12 વર્ષનો એક બાળક નરેન્દ્ર મોદી બનવાનું સપનું જોવે છે.

‘હુ નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ફિલ્મ મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં 12 વર્ષના એક નાના બાળકની પ્રેરણાદાયક વાર્તા છે. જે અસંભવ સપનાને હકીકતમાં તબદીલ કરવાનો પ્રયાસ કરે છે. ગરીબી અને અભાવમાં રહેવા છતાં પણ આ બાળક ખુશ છે અને દરેક સ્થિતિનો પ્રસન્નતાપૂર્વક સામનો કરે છે. શાળામાં અભ્યાસ કર્યા બાગ તે ચા વેચે છે અને તેની બહેન પણ આ બાળકને જીવનમાં આગળ વધવા સહયોગ અને પ્રોત્સાહન આપે છે. સખત મહેનત, જુસ્સા અને દ્રઢ નિશ્ચય દ્વારા કોઇપણ વ્યક્તિ જીવનમાં સફળ બનવાના સપના જોઇને સાકાર કરી શકે છે. તે આ ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે.


શ્રી અર્થ અને કાવ્યા મ્યુઝિક પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ તથા પ્રોડ્યુસર પવન પોદ્દાર અને તાન્યા શર્માની ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ આગામી 1 માર્ચ 2019ના રોજ મુંબઇ અને ગુજરાતના સિનેમાઘરોમાં રિલિઝ થવા માટે સજ્જ છે. આ ફિલ્મનુ શુટિંગ માક્ર 45 દિવસમાં અમદાવાદ, વડોદરા અને વડનગર સહિતના સ્થળોએ કરવામાં આવ્યું છે.

ફિલ્મના લેખક અને ડિરેક્ટર અનિલ નરયાની છે.ફિલ્મના મુખ્ય કલાકાર કરણપટેલની સાતે ઓનકાર દાસ અને અનેશા સૈયદ જોવા મળશે . ફિલ્મનું સંગીત રાજ ભારતે આપ્યું છે અને ગીતો આરજે રોશને લખ્યા છે. તેમજ દિવ્યાએ કંઠ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button