નાના બાળકથી લઇને મોટા ઝટપટ ખાય જશે, બનાવો લસણિયા બટેટા
સામગ્રી
ચણાનો લોટ -1 કપ
લસણ – 10 કળી
દહીં – 1/2 કપ
નાના બટાટા – 300 ગ્રામ
હળદર – 1/4 ચમચી
તેલ – 2 ચમચા
જીરું – 1 ચમચી
લાલ મરચું – 3/4 ચમચી
ધાણાજીરું – 2 ચમચી
સમારેલી કોથમીર – જરૂર અનુસાર
ગરમ મસાલો – 1/2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
તળેલા ભૂંગળા – જરૂર મુજબ
રીત
સૌ પહેલા બટાટાની છાલ ઉતારી તેની વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી તેમાં બટાટા તળી લો. બીજી કઢાઈમાં બે ચમચા તેલ મૂકી તેમાં જીરું અને લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. ત્યારબાદ આ કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ઉમેરી તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરો. આ કઢાઈને ફરીથી ગેસ પર મૂકી તેમાં તળેલા બટેટા ઉમેરો. 5 મિનિટ સાંતળી સમારેલી કોથમીર ઉમેરી તળેલા ભૂંગળા સાથે તેને સર્વ કરો.