આ રીતે બનાવો ટેસ્ટી અને હેલ્ધી ભાખરી પિજા
સામગ્રી
સોસ બનાવવા માટે:
ચાર નંગ ટામેટા ,
એક નંગ ઝીણી સમારેલી ડુંગળી ,
1 ટીસ્પૂન ડ્રાય ઓરેગાનો,
ઝીણું સમારેલું લસણ એક ચમચી ,
એક ટેબલ સ્પુન બટર ,
અન્ય સામગ્રી:
1 કપ ઘઉંનો અરધો ઝીણો અને અરધો કરકરો લોટ ,
2 ટેબલ સ્પુન તેલ
1/4 મોણ માટે ટી સ્પુન તેલ ,
6થી 7 ટેબલ સ્પુન કોટેજ ચીઝ ,
મીઠું સ્વાદાનુસાર
રીત:
સૌથી પહેલા સોસ બનાવી લેવો સોસ બનાવવા માટે એક સોસ પેનમાં પાણી ગરમ કરવું . સોસ પેનમાં પાણી ઉકળવા લાગે એટલે તેમાંએક મિનિટ માટે ટામેટા ઉમેરી દેવા . ત્યાર બાદ તેમાંથી ટામેટા કાઢી લઈને તેને ઠંડા કરી લેવા . ત્યાર બાદ ટામેટાની છાલ કાઢીને તેને સમારી લેવા . એક સોસપેનમાં બટર મૂકી ગરમ કરવું . તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ઉમેરીને સાંતળવું .ડુંગળી હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી . ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું . સાતથી દસ મિનિટ માટે મિશ્રણને ચઢવા દેવું . ત્યાર બાદ તેમાં ઓરેગાનો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું અને સ્મેશરથી સ્મેશ કરી આ મિશ્રણને એકબાજુ પર મૂકી દેવું હવે સોસ તૈયાર છે .ત્યાર બાદ એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ ચાળી લેવો . તેમાં મીઠું અને મોણ માટેનું તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું . ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધી લેવો . આ લોટને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રાખી મુકવો . ત્યાર બાદ આ લોટના એક સરખા માપના લુઆ કરો. તેમાંથી દર એક લઈને ભાખરી વણવી . ત્યાર બાદ એક નોન સ્ટિક પેનને ગરમ કરીતેના પર ધીમા તાપે ભાખરી સુધી શેકો. ભાખરીને પહેલી પહેલી બાજુ ગુલાબી રંગની તેના પર બે ચમચી ટોમેટો સોસ પાથરી દેવો અને તેની ઉપર ચીઝ છીણીને પાથરવું . પછી પીઝાને ઢાંકીને બે મિનિટ માટે ચઢવા દેવો . આ રીતે જ બીજા પીઝા બનાવવા , અને અને ગરમ ગરમ સર્વ કરવા આ પીઝા ઠંડા હોય તો પણ સ્વાદિષ્ટ લાગે છે