Honor લોન્ચ કરવા જઇ રહી છે સ્માર્ટ ફોન, જાણો ફીચર્સ
ઓનરનો નવો સ્માર્ટફોન View 20 લૉંચ થવા માટે તૈયાર છે. ભારતમાં આ ફોન 29 જાન્યુઆરીએ લૉંચ કરવામાં આવશે અને તેની પ્રી-બુકિંગ 15 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે જે 29 જાન્યુઆરી સુધી ચાલશે. આ ફોનની સૌથી ખાસ વાત તેનો કેમેરો છે. કંપનીએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે આ દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી સજ્જ 48 મેગાપિક્સલના કેમેરાની સાથે હશે. Honorએ Amazon પર એક ડેડિકેટેડ પેજ પબ્લિશ કર્યું છે, જેમાં Honor View 20ની ભારતમાં પ્રી-બુકિંગ ડેટ કન્ફર્મ કરવામાં આવી છે. આપવામાં આવેલી જાણકારીનું માનીએ તો કંપની આ ફોનનું પ્રી-બુકિંગ પર તમામ કસ્ટમર્સને ફ્રીમાં Honor Sport BT ઇયરફોન આપી રહી છે.
તેના સિવાય આ સ્માર્ટફોન પંચ-હોલ ડિસ્પ્લેની સાથે લૉંચ કરવામાં આવશે. આ ફોનને ચીનમાં પહેલા લૉંચ કરી દેવામાં આવ્યો છે તો તેના મતે, ફીચર્સની વાત કરીએ તો ઓનર View20 में HiSilicon Kirin 980 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે જે એન્ડ્રોઇંડ 9.0 Pie પર કામ કરે છે.
ફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી+ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનને સ્ક્રીન ટૂ બોડી રેશિયો 91.82% છે. આ ફોન 6GB રેમ+ 125GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 8GB રેમ+128GB સ્ટોરેજ ઓપ્શનની સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે ફોનમાં Sony IMX586 સેન્સરની સાથે 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે આ ફોનમાં 25 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જેને ડિસ્પ્લેની અંદર એક પંચ હોલમાં પ્લેસ કરવામાં આવ્યો છે.
Honor View20ની કિંમત
ચીનમાં તેની શરૂઆતી કિંમત 2,999 યુઆન આશરે 30,400 રૂપિયા છે, જ્યારે 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 3,400 યુઆન (લગભગ 35,500 રૂપિયા) છે. તેના સિવાય એક મીડિયા એજન્સીએ આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આ ફોનને 40 હજારની નજીક રજૂ કરવામાં આવી શકે છે.